અમરેલી,તા.ર૯
સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં લણણીના સમયે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક જેવા કે મગફળી, કપાસ, ડુંગળી અને પશુઓના ચારાને ૧૦૦% નુકસાન થયું છે, જેના લીધે તેમની સ્થિતિ દયનીય બની છે. રાજ્ય સરકારે મંત્રીઓને વિસ્તારમાં મોકલ્યા અને મંત્રીઓએ પણ આ પરિસ્થિતિ સ્વીકારી છે. જોકે, ખેડૂતોની માંગ છે કે સર્વે પ્રક્રિયામાં સમય બગાડ્યા વિના, સરકાર પાસે ઉપલબ્ધ તમામ વિગતોના આધારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવામાં આવે, જેથી ખેડૂતોને ત્વરિત રાહત મળી શકે જેથી ખેડૂતોના હિતની ચિંતા કરી તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિર્મલ વાટલીયાએ માંગ કરી છે.






































