સર્પ દંશથી મૃત્યુની સંખ્યામાં ભારત દુનિયામાં સૌથી મોખરે છે.ડબ્લ્યુએચઓ અનુસાર, દર વર્ષે ૧,૨૫,૦૦૦ લોકો સર્પદંશનો ભોગ બને છે અને તેમાંથી ૧૧,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. આવા મૃત્યુનું સૌથી મોટું કારણ તાત્કાલિક અને યોગ્ય પ્રાથમિક સારવારનો અભાવ છે. ભારતમાં સાપની લગભગ ૨૩૬ પ્રજોતિઓ છે. જો કે, આમાંના મોટાભાગના સાપ ઝેરી નથી હોતા.
સર્પ દંશથી સૌથી વધુ પ્રભાવિત લોકો દુનિયાભરના ગ્રામીણ વિસ્તારોમાંથી છે. એક સામાન્ય ધારણા છે કે તમામ સાપ ખતરનાક હોય છે, પરંતુ આવા સાપના કરડવાથી માત્ર જખમ થાય છે, મૃત્યુ ગભરાટના કારણે થાય છે. દેશમાં ઝેરી સાપની ૧૩ પ્રજોતિઓ છે, જેમાંથી ૪ અત્યંત ઝેરી છે – કોબ્રા નાગ, રસેલ વાઇપર, સ્કેલ્ડ વાઇપર અને કરેત. ભારતમાં મોટાભાગના મૃત્યુ નાગ અથવા કોબ્રાના કરડવાથી થાય છે.