કુંકાવાવ તાલુકાના ખાખરીયા ગામના એક યુવાન દ્વારા તેમના પિતાની પુણ્યતિથિના દિવસે નિરાધાર અને એકલવાયું જીવન જીવતા પરિવારોને મદદરૂપ થવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. ખાખરીયા ગામના અનિરુદ્ધભાઈ બોરીચાએ તેમના સ્વર્ગસ્થ પિતાની બીજી પુણ્યતિથિના શુભ પ્રસંગે ૫૧ રાશનકીટનું વિતરણ કર્યું હતું. આ રાશનકીટ ખાસ કરીને એવા પરિવારોને આપવામાં આવી હતી જેઓ નિરાધાર છે અથવા એકલવાયું જીવન જીવી રહ્યા છે. યુવાન અનિરુદ્ધભાઈ બોરીચાએ આ પુણ્યનું કાર્ય કરીને પિતા પ્રત્યેની લાગણીની સાથે સાથે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સેવાકાર્ય બદલ સમગ્ર પંથકમાં તેમની આ પહેલને બિરદાવવામાં આવી હતી.









































