ગીરની મધ્યમાં આવેલા સરાકડિયા સોનબાઈ માતાજીના મંદિરનો માર્ગ ખુલ્લો કરવા માટે અનેકવાર વનવિભાગને રજૂઆત કરવામાં આવી છે પરંતુ યોગ્ય નિરાકરણ ન આવતા કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઈ ડાભીયા તેમજ ચારણ સમાજના આગેવાનોએ રાજયના વનમંત્રી કિરીટભાઈ રાણા અને આર.સી.મકવાણા સાથે મુલાકાત કરી સોનબાઈ માતાજીના મંદિરનો માર્ગ ખુલ્લો કરવા માટે રજૂઆત કરી હતી ત્યારે વનમંત્રી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી ઝડપથી આ માર્ગ ખુલ્લો કરવા માટે જણાવ્યું હતું. રજૂઆત સમયે હરદેવભાઈ કાગ, મંગળુભાઈ પટગીર સહિતના ભક્તો હાજર રહ્યાં હતા.