અમરેલી જિલ્લામાં પોલીસ પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતાં ઇસમો પર ભીંસ બોલાવી રહી છે. ખાંભાના સરાકડીયા ગામેથી પોલીસે બાઇક પર થતી દેશી દારૂની ખેપ ઝડપી પાડી હતી. નવી કાતરના શિવરાજભાઈ વીરૂભાઈ વહરા તથા ડેડાણના ભાભલુભાઈ મકવાણા બાઇક લઇને સરાકડીયા ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતાં હતા ત્યારે પોલીસને જોઈ ૫૦ લીટર દેશી દારૂ રસ્તામાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેજ કોન્સ્ટેબલ નાગજીભાઈ સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાંથી સાત લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. ખડાધાર ચેક પોસ્ટ પરથી ત્રણ, નાના લીલીયા ચોકડી તથા અમરેલી સાવરકુંડલા બાયપાસ પાસેથી એક-એક મળી કુલ પાંચ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.