ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરની ઘટનાઓ પર માનવ અધિકાર પરિષદ હાઈ કમિશનરના કાર્યાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ઓએચસીએચઆરના પ્રવક્તા દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો અંગેની ઘટના પર કરવામાં આવેલી ટિપ્પણીઓ અને તેમના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.
અરિંદમ બાગચીએ કહ્યું કે, તે જ સમયે ઓએચસીએચઆરનું નિવેદન સરહદ પારના આતંકવાદની હકીકતને પણ નજરઅંદાજ કરે છે જેનો ભારત લાંબા સમયથી સામનો કરી રહ્યું છે. સરહદ પારનો આ આતંકવાદ મૂળભૂત માનવ અધિકારો એટલે કે જીવનના મૂળભૂત અધિકાર માટે ખતરો છે. લોકતાંત્રિક દેશ તરીકે અને માનવ અધિકારોના રક્ષણ માટે સમર્પિત, ભારત સીમા પારના આતંકવાદને રોકવા માટે તમામ પગલાં લેવા પ્રતિબદ્ધ છે. યુએપીએ જેવા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કાયદા ભારતની સંસદમાં લાગુ કરવામાં આવ્યા છે. આ ભારતની અખંડિતતા અને ભારતીય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે. ભારત ઓએચસીએચઆરને સરહદ પારના આતંકવાદના તેના સંચાલનને વધુ સારી રીતે સમજવા વિનંતી કરે છે.
બાગચીએ જણાવ્યું હતું કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ જેવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા ભારતના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા અને તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંસદ દ્વારા ઘડવામાં આવ્યા હતા. “નિવેદનમાં ઉલ્લેખિત વ્યક્તિની ધરપકડ અને ત્યારબાદ અટકાયત કાયદાની જાગવાઈઓ અનુસાર સખત રીતે કરવામાં આવી હતી