દર વર્ષે ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જુએ છે અને આ વર્ષે ભગવાન જગન્નાથની ૧૪૮ રથયાત્રા નીકળવાની છે. અમદાવાદ શહેરમાં આ રથયાત્રા ૨૯ જૂન, અષાઢી બીજના દિવસે જગન્નાથ મંદિરથી શરૂ થશે. સરસપુર રણછોડરાયજી સ્થિત ભગવાન જગન્નાથના મંદિરનો આ વર્ષે પુનર્વિકાસ કરવામાં આવશે. આનાથી મંદિરે આવતા ભક્તોને મોટી રાહત મળશે.
આ મુદ્દે સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે અમદાવાદના રણછોડરાય મંદિરનો પુનઃવિકાસ કરવામાં આવશે. રણછોડરાય મંદિર એક ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે, જે ખૂબ જ નાનું હતું, જેના કારણે ભક્તોને દર્શન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આ વર્ષે મંદિરનું વિસ્તરણ ૧૨ ફૂટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મોસાળ રણછોડરાય સ્થિત જગન્નાથજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.
મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોની મોટી સંખ્યાને કારણે મુશ્કેલી પડી રહી છે. આ વર્ષે, વધુમાં વધુ ભક્તો દર્શનનો લાભ લઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલમાં મંદિરને ૧૨ ફૂટ પહોળું બનાવવામાં આવી રહ્યું છે. જેમાં દીવાલ તોડીને મંદિર પહોળું કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે મંદિરના વિસ્તરણ માટે નજીકની બે થી ત્રણ મિલકતો પણ સંપાદિત કરી રહ્યા છીએ. ભગવાનનું મંદિર કઈ રીતે બનાવવું જાઈએ તે અંગે હજુ પણ વિચારણા ચાલી રહી છે. રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. આમ કરવાથી ભીડ અને ધક્કામુક્કીને ટાળી શકાય છે. તેથી, હવે એવો રસ્તો બનાવવામાં આવશે કે જેથી મંદિરમાં એક સમયે ૧૦૦ લોકો ઊભા રહી શકે.