પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ પોતાની ટીમના પૂર્વ કેપ્ટન માટે મોટો દાવો કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદ લાંબા સમયથી ટીમની બહાર છે અને હવે રમીઝ રાજોએ પણ કહ્યું છે કે તેની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર રમીઝ રાજોએ ચીફ સિલેક્ટર સાથેની મીટિંગમાં કહ્યું કે ટીમને હવે નવો વિકેટ કીપર બેટ્‌સમેન મળ્યો છે. આવી સ્થિતિમાં સરફરાઝ અહેમદ માટે ટીમમાં વાપસી કરવી મુશ્કેલ છે.
જે નવા વિકેટ કીપર બેટ્‌સમેન રમીઝ રાજોની વાત થઈ છે તે મોહમ્મદ હરિસ છે. જેઓ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે, તેથી જ લાંબા પ્લાન હેઠળ ટીમ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ૨૧ વર્ષના મોહમ્મદ હરિસે પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર જોલ્મી તરફથી રમતી વખતે જબરદસ્ત રમત દેખાડી હતી. આ પછી તેને પાકિસ્તાની ટીમમાં તક મળી અને હવે મોહમ્મદ હરિસે વેસ્ટ ઈ:ન્ડીઝ સામેની શ્રેણીમાં ડેબ્યૂ કર્યું છે.
હાલમાં પાકિસ્તાન માટે વિકેટકીપિંગની જવાબદારી મોહમ્મદ રિઝવાન સંભાળી રહ્યો છે. રિઝવાને બેટિંગમાં ઝંડો માર્યો છે અને જ્યારથી તે ટીમમાં આવ્યો છે ત્યારથી પ્લેઇંગ-૧૧માં સરફરાઝ અહેમદનું સ્થાન નિશ્ચિત નથી. જો સરફરાઝ અહેમદની વાત કરીએ તો તેણે લાંબા સમય સુધી પાકિસ્તાની ટીમની કમાન પણ સંભાળી છે. પરંતુ ખરાબ ફોર્મ અને વધતી ઉંમરના કારણે પ્લેઇંગ-૧૧માં તેનું સ્થાન નિશ્ચિત નહોતું. સરફરાઝ અહેમદે તેની છેલ્લી વનડે મેચ વર્ષ ૨૦૨૧માં રમી હતી.
સરફરાઝ અહેમદે પાકિસ્તાન માટે ૧૧૭ મેચમાં ૨૩૧૫ રન બનાવ્યા છે, જ્યારે તેણે ૪૯ ટેસ્ટ મેચમાં ૨૬૫૭ રન બનાવ્યા છે. ૨૦ની વાત કરીએ તો સરફરાઝે ૬૧ ૨૦ મેચમાં માત્ર ૮૧૮ રન બનાવ્યા છે.