સમગ્ર રાજય સહિત અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ હતો. ત્યારે અમરેલી જિલ્લામાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓમાં પર૭ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જેમાં ૬ ડિસેમ્બરના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે. તેમજ ૭ ડિસેમ્બરના રોજ ફોર્મ પાછા ખેંચી શકાશે. મંગળવાર રાત સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કેટલા ગામમાં ચૂંટણી યોજાશે અને કેટલા ઉમેદવારો રહેશે તેમજ કેટલા ગામોની ગ્રામ પંચાયત સમરસ થશે તે તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અમરેલી જિલ્લામાં આગામી ૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી, વિભાજન, મધ્યસત્ર, પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા હતા. આજે શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે સરપંચ માટે ……. અને સભ્યો માટે…… ફોર્મ ભરાયા હતા. અમરેલી જિલ્લાની પર૭ ગ્રામ પંચાયતોની ૧૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જયારે ર૧ ડીસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.