અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સરપંચોને સરકાર તરફથી મળતા નાણાપંચની ગ્રાન્ટ વાપરવામાં કોઇ હાલાકી ન પડે તે માટે સાંસદ નારણભાઇ કાછડીયાએ સરપંચોને તાલુકા પંચાયતે જરૂરી આધાર પૂરાવાઓ રજૂ કરી તાત્કાલિક ડીએસસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અપીલ કરી છે. તે માટે સરપંચોએ તાજેતરનો પાસપોર્ટ ફોટો, આધાર કાર્ડ અને પાનકાર્ડની નકલ, આધાર કાર્ડ લિંક હોય તે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી, આ ચારેય આધારો ફરજિયાત રજૂ કરવાના રહેશે. જે સરપંચો પાસે પાનકાર્ડ ઉપલબ્ધ નહીં હોય તે નાણાપંચની ગ્રાન્ટનો ઉપયોગ કરી શકશે નહીં.