સરધાર ખાતે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષપદે અને વિશાળ મંદિરના પ્રણેતા નિત્યસ્વરૂપદાસજી સ્વામીની આગેવાનીમાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ૧૦૦૮ કુંડી શ્રી મહાવિષ્ણુ યાગના ભવ્ય આયોજનમાં એસજીવીપી ગુરૂકુળના શા†ી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના શા†ી આચાર્ય કક્ષાના ઋષિકુમારો વિવિધ સેવાઓ આપી રહ્યા છે.