મધ્ય ગુજરાતના હાર્દ સમા મિલ્ક સીટી આણંદ શહેરમાં વલ્લભ વિદ્યાનગર શૈક્ષણિક નગરી તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. ભાઈકાકા અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નનું આણંદ વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. જેમના નામથી યુનિવર્સિટી ચાલે છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલ કરમસદના કર્મયોગી અને અખંડ ભારતના સર્જકની ગરિમાને યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજનભાઇ પટેલ વિવિધ રચનાત્મક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને પર્યાવરણક્ષેત્રે સેવાકીય કાર્યો તેમના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યા છે. યુનિવર્સિટીનું અક્રેડીયેશન વૃદ્ધિ અને વિકાસ પામે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજો વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપે સાથે સાથે સ્કીલ બેઝ કૌશલ્યતા કેળવે તેવા વિવિધ
સાંસ્કૃતિક અને સર્જનાત્મક કાર્યો યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ સતત થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વનો ગંભીર પ્રશ્ન હોય તો તે પર્યાવરણનો છે. ચરોતરનો પ્રદેશ ફળ, ફૂલ અને વનસ્પતિથી ફુલ્યો ફાલ્યો છે. તેની જમીન ફળદ્રુપતા માટે જાણીતી છે. વૃક્ષોનો વિકાસ સારા પ્રમાણમાં થાય અને લોકોમાં સામાજિક વનીકરણની ભાવના કેળવાય તે હેતુથી તે સમયે યુનિવર્સિટીમાં વિવિધ જે બિલ્ડીંગો બન્યા છે તેની આજુબાજુ પર્યાવરણના સંરક્ષણ અને રક્ષણ માટે વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. તે વૃક્ષો આજે યુનિવર્સિટીને હરિયાળી ગ્રીન સિટી તરફ કુચ કરવાની પ્રેરણા આપે છે. આજે પણ વૃક્ષારોપણ અને
“વૃક્ષ બચાવો”, “એક વૃક્ષ મેરી મા કે નામ” કાર્યક્રમ થકી વૃક્ષોના રોપા અપાય અને વવાય છે. જેમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર માટે તે એક પ્રભાવશાળી સિદ્ધિ છે! ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ એવી સંસ્થાઓને માન્યતા આપે છે જે ટકાઉપણું અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સન્માન ગ્રીન પ્રેક્ટિસ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીના પ્રયત્નોને પ્રકાશિત કરે છે. પ્રાઉડ મોમેન્ટ, એચીવમેન્ટ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ, સરદાર પટેલ યુનિવર્સિટીને ૨૦૨૪ એવોર્ડ પ્રાપ્ત થયો છે. જે આપ સૌ માટે ગૌરવની બાબત છે. ચરોતર પંથક અને ગુજરાત રાજ્ય માટે આનંદના સમાચાર છે કે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની આંતરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ ૨૦૨૪ માટે પસંદગી કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કલાઈમેટ વિક ન્યુયોર્ક કાર્યક્રમના ભાગ રૂપે ગ્રીન મેન્ટર્સ દ્વારા સપ્ટેમ્બર માસમાં યોજવામાં આવનાર ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રના ECOSOC સાથે કન્સલટેટીવ સ્ટેટસ ધરાવતી ગ્રીન મેન્ટર્સ સંસ્થા દ્વારા સરદાર પટેલ યુનિ. ની ટકાઉ વિકાસ અંતર્ગત કામગીરીની સ્ક્રૂટિની કરવામાં આવેલ હતી. જેમાં રીસર્ચમાં પબ્લિકેશન, ગાઇડન્સ, પ્રોજેક્ટ, કોન્ફરન્સમાં ભાગીદારી વગેરે, તેમજ શિક્ષણમાં નવીનતા, એકટેન્શન, કામ્યુનિટી માટેના કાર્યક્રમો વગેરેનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીન મેન્ટર્સ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતમાં નોંધાયેલ ટકાઉ શિક્ષણ માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ ઈવેન્ટ સમિટ ઓફ ધ ફ્યુચર સાથે જોડાયેલી છે અને યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની ભાગીદારીમાં આયોજિત ક્લાઈમેટ વીક એનવાયસીની સત્તાવાર ઈવેન્ટ છે. આ કોન્ફરન્સ ૨૩-૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ ન્યૂયોર્કમાં કોર્નેલ યુનિવર્સિટીની આઇ એલ આર સ્કૂલ ખાતે યોજાશે. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નિરંજનભાઈ પટેલે આ અંગે આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરદાર પટેલ યુનિવર્સિટીએ તેના સ્થાપકોએ શરૂ કરેલ ટકાઉ વિકાસની દિશામાં સતત કાર્યરત છે અને નવાં સોપાનો સર કરી દિશા સૂચક કાર્ય કરવા કટિબદ્ધ છે તે ગૌરવની બાબત છે. તેમણે ઉમેર્યું કે રવિયા સરદાર પટેલ યુનિવર્સિટી દેશની તેમજ વિશ્વની શિક્ષણ સંસ્થાઓને ટકાઉ વિકાસમાં નેતૃ¥વ પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે. યુનિવર્સિટીના કુલસચિવ ડા ભાઈલાલભાઈ પટેલે આ પ્રસંગે હર્ષની લાગણી વ્યક્ત કરી છે સાથે યુનિ.ના IQAC ના કોર્ડીનેટર પ્રોફે. કિરીટ લાડ અને ગ્રીન ઓડિટના કોર્ડીનેટર ડા. વિભા વૈષ્ણવ તેમજ આ માટે પ્રદાન કરનાર સહુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. ડો. નિરંજનભાઇ પટેલ દીર્ઘદ્રષ્ટા અને શિક્ષણજીવ છે. પર્યાવરણ થતી પ્રાકૃતિક સંવર્ધન થાય તે માટે તેઓ સ્વયં અંગત રસ લઈ યુનિવર્સિટીની ગ્રીનરી વ્યાપક બને તેવા પ્રયત્નો કરે છે. યુનિવર્સિટીઓના જે ભવનો આવેલા છે તેના એચઓડી સંપર્ક સાથે સંવર્ધન કરવાની આત્મીયતા કેળવે છે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ ક્ષેત્રે જ ક્રાંતિ કરે તે જરૂરી છે પરંતુ દેશના ટકાઉ વિકાસ માટે પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કેળવવો એ સૌથી અગત્યનું શિક્ષણ છે. તે બાબતને આત્મસાત કરવા માટે સતત કટિબદ્ધ રહે છે. યુનિવર્સિટી દ્વારા વિવિધ જ્ઞાન સત્રોની શિબિરો યોજીને ગુજરાતના પદ્મશ્રી, પદ્મવિભૂષણ સાહિત્યકારોને આમંત્રિત કરીને જાહેર કાર્યક્રમ યોજે છે. તેમના જ્ઞાનનો લાભ યુનિવર્સિટીના પ્રોફેસરો, બાળકો અને આમંત્રિતોને મળે એ થકી તેમનામાં કંઈક નવું કરવાની જીજીવિષા જાગે તેવા રચનાત્મક કાર્યો યુનિવર્સિટીના કુલપતિ સતત કરી રહ્યા છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. માત્ર કર્મ એ જ ધર્મ છે. પોતાની ફરજને ધર્મ સમજી સરદાર પટેલ યુનિવર્સિટીને વિવિધ કાર્યો થકી સિદ્ધિ અને ઊંચાઈ આપી રહ્યા છે. યુનિવર્સિટીઓનું કામ એકેડેમી હોય છે. પરંતુ શિક્ષણના ક્ષેત્રે વધુ વ્યાપકતા અને વિશાળતા આવે તેવા રચનાત્મક અને સકારાત્મક કાર્ય કરી રહ્યા છે. આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. થોડા સમય પહેલા પદ્મશ્રી ભીખુદાન ગઢવીને બોલાવી લોકસાહિત્યની પરંપરાને જીવંત કરવાનો સાર્થક પ્રયાસ કર્યો હતો. ડો. નિરંજનભાઇ પટેલ (કુલપતિ) પોતે વેદોની ભાષા સંસ્કૃતના જ્ઞાતા છે. વિવિધ યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભાષાના અનેક સંશોધન પેપરો રજૂ કરી ચૂક્યા છે. સંસ્કૃતના કવિ કાલિદાસે કહ્યું છે કે “મનુષ્ય ઉત્સવ પ્રિય હોય છે” આ બાબત તેમના વ્યક્તિત્વમાં જોવા મળી છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિ થકી યુવાનોમાં કૌશલ્યતા કેળવાય છે. ભારત સરકારના વિવિધ પ્રોજેક્ટોને પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ રહે છે. સમયસર કાર્ય થાય તેવા પ્રયત્ન કરે છે. મૃદુ અને સૌજન્યશીલ વ્યક્તિત્વ ધરાવતા, વામનથી વિરાટ વ્યક્તિત્વ તેમનામાં મેં જોયું છે.
સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આણંદમાં અનેક સાંસ્કૃતિક વિરાસત તેમજ શૈક્ષણિક શિબિરો થકી વિવિધ અપેક્ષિત આયામો પૂર્ણ કરી રહ્યા છે. સ્વચ્છતા, શિક્ષણ અને રાષ્ટ્રવાદ આ ક્ષેત્રે યુનિવર્સિટી આગળ વધી રહી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ માટે વિશાળ ફલક ઉપર આયોજન થઈ રહ્યું છે. કાર્ય થકી કુશળતા તે તેમનો આદર્શ રહ્યો છે. સતત ફાઈલોમાં ગુંથાયેલા થયેલા હોવા છતાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રહેવાની તેમની આવડત સલામને પાત્ર છે. સંબંધો જાળવવા અને કેળવવા તેમની આગવી આવડત છે. સરદાર પટેલ યુનિવર્સિટી આવા અનેક એવોડ્ર્સ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવું છું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કુલપતિ તરીકેની વિશેષ જવાબદારી ડો. નિરંજનભાઇ પટેલને આપી છે તેને સતત સાકાર કરવા માટે પ્રતિબદ્ધ રહે છે. આપ સાહેબ આગળ વધો, અમે બધા તમારી સાથે છીએ. Mo.૯૮૨૫૭૦૨૨૮૨