૩૧મી ઓક્ટોબર સરદાર પટેલ જન્મ જયંતી અને ઇન્દીરા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂ. સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દીરાજીના નિર્વાણ દિન નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઇ પંડ્યા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી, તાલુકા મહામંત્રી વિપુલભાઇ પોંકીયા, પ્રવિણભાઇ કમાણી, જગદીશભાઇ તળાવીયા, ઓ.બી.સી. સેલના રમેશભાઇ ગોહીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થત રહ્યા હતા.