દેશના લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે બગસરા સરદાર પટેલ શરાફી સહકારી મંડળી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જે.પી. માલવીયા, રમેશભાઇ સુહાગીયા, કિરીટભાઇ નડીયાધરા, ઉદય નસીત, ઘુસાભગત, ધીરૂભાઇ કોટડીયા, એ.વી. રિબડીયા, ધીરૂભાઇ માયાણી, કનુભાઇ પટોળીયા, સુરેશભાઇ પાઘડાળ, જગદીશભાઇ માંગરોળીયા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.