અમદાવાદના વિવાદીત રહેલા સરદારનગર પોલીસ ફરી વિવાદમાં આવી છે, જેમાં આ વખતે બે પોલીસકર્મીઓ એક પીધેલા વ્યક્તિના કહેવાથી સામાન્ય વ્યક્તિને લાફા મારી દે છે એવી વાત સામે આવી છે. પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસકર્મીઓ પોતાનો તુમાખ બતાવવા માટે આ પ્રકારે નિર્દોષ વ્યક્તિને લાફો મારી દીધો હતો. જેમાં હવે ભોગ બનનાર વ્યક્તિએ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જે અગે ડીસીપી ઝોન ૪ના ડીસીપી રાજેશ ગઢીયાએ જણાવ્યુ હતુ કે, અમે આ પ્રકરણમાં તપાસ કરી રહ્યા છીએ.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સરદારનગરના બે પોલીસ કર્મીઓ પ્રદિપસિંહ અને સંજયસિંહની સામે આક્ષેપ કરતો વીડિયો તાજેતરમાં સામે આવ્યો હતો. જેમાં એક બૂટલેગર દવા પી લીધી હતી. આ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાની વાત કરવામાં આવી હતી.
પીઆઇ સોલંકીને તો બે મિનિટ વાત કરવાનો સમય પણ નથી હોતો. આ બધાની વચ્ચે હવે એક નિર્દોષ વ્યક્તિને બે પોલીસકર્મી આવીને સટાસટ લાફા મારી દે છે. આ કેસમાં પણ સાઇડમાં બેઠેલા વ્યક્તિને પોલીસકર્મી લાફા ઝિંકી દે છે તેવા સીસીટીવી સાંમે આવ્યો છે. આ પ્રકરણમાં પણ પોલીસે કોઇ નિર્દોષ વ્યક્તિને માર્યા બાદ ખોટી વાત કરનાર શખસ સામે ગુનો દાખલ કર્યો હોવાનું જોણવા મળ્યુ છે.
આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પીઆઇ સોલંકી અને તેના ખાસ ગણાતા માણસો જ કોઇને છૂટોદોર મળે છે તો કોઇ નિર્દોષ સામે કાર્યવાહી કરવા માટે જવાબદાર હોવાનુ સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. આ સમગ્ર મામસે ડીસીપી રાજેશ ગઢીયાએ જણાવ્યુ હતુ કે, મારી પાસે સીસીટીવી આવ્યા અને તપાસ કરી રહ્યા છીએ.