અમદાવાદના સરખેજ વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડતા ૯ શકુનિઓની અટકાયત કરી. સરખેજના રહેણાંક મકાનમાંથી જુગાર રમાતો હતો. પીસીબીને બાતમી મળતા રહેણાંક મકાન પર દરોડા પાડી શકુનિઓની અટકાયત કરી અને ૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.

મળતી માહિતી મુજબ શહેરના પોશ એરિયા કહેવાતા એવા સરખેજ વિસ્તારમાં જુગારીઓ બેફામ બન્યા. સરખેજમાં રહેણાંક મકાન જુગારનો અડ્ડો બન્યો. અત્યારે લોકો થર્ટી ફસ્ટની ઉજવણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગુંડાતત્વો બેફામ ના બને અને શહેરની શાંતિ ના ડહોળાય માટે વહીવટીતંત્ર દ્વારા પોલીસ સહિત અન્ય ટીમોને પણ કામે લગાડવામાં આવી છે. પીસીબી પણ શહેરમાં દારૂ તેમજ ડ્રગ્સ જેવા નશાકારક દ્રવ્યોનું વેચાણ થતું રોકવા પૂરતા પ્રયાસ કરતા તમામ સ્થાનો પર ચેકિંગ હાથ ધર્યું છે.

શહેરના રહેણાંક મકાનને જુગારીઓ પોતાનો અડ્ડો બનાવ્યો.પીસીબીએ મળેલ બાતમીના આધારે આ રહેણાંક મકાનમાંથી જુગઠું રમતા ૯ શકુનિઓની અટકાયત કરી. આ સાથે પોલીસે જુગારના અડ્ડા પરથી રૂ. ૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ રહેણાંક મકાન પર પંહોચી તેની જાણ થતાં જ ૪ આરોપીઓ ફરાર થઈ ગયા. દરોડા દરમિયાન ફરાર ૪ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા.

પોલીસે રાજ્યભરમાં દેશી દારૂના વેચાણની ગેરપ્રવૃત્તિ રોકાવા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન સાબરકાંઠામાંથી દેશી વિશાળ ભઠ્ઠી ઝડપી પાડતા ૧૧૭૨ લીટર જેટલો દેશી દારૂ જપ્ત કર્યો. ભઠ્ઠી પર દારુ ગાળતા બે શખ્સોની પોલીસે અટકાયત કરી.