દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન સિંહ રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવા સીડીએસની નિમણૂક કરી શકે છે. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આગામી સાતથી દસ દિવસમાં નવા સીડીએસની નિમણૂક કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આજની દુઃખદ ઘટના બાદ સરકાર નવા સીડીએસની નિમણૂકને લઈને પ્રતિબદ્ધ છે. આ પદ માટે યોગ્ય અધિકારીઓ પર વિચાર કરવામાં આવશે.
જનરલ બિપિન રાવતના નિધન બાદ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે હવે દેશના સૌથી વરિષ્ઠ લશ્કરી અધિકારી બની ગયા છે. આર્મી વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ સીપી મોહંતી અને નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાયકે જોશી આ અધિર્ક્મમાં આગળ છે.
જનરલ રાવત જોન્યુઆરી ૨૦૨૦માં દેશના પહેલા બન્યા હતા. સીડીએસના પદ માટે મહત્તમ વયમર્યાદા ૬૫ વર્ષ છે. વડાપ્રઘાન મોદીએ ૨૦૧૯ માં સ્વતંત્રતા દિવસ પર જોહેરાત કરી હતી કે સીડીએસ ત્રણેય સેના પ્રમુખોથી અગ્રતાના ક્રમમાં ઉપર હશે.
નવા સીડીએસની જોહેરાત એવા સમયે વધુ મહત્વની બની જોય છે જ્યારે ભારત અને ચીનનો સરહદી વિવાદ ચરમસીમાએ છે.- નિયમો અનુસાર સશ† દળોના કોઈપણ કમાન્ડિંગગ ઓફિસર અથવા ફ્લેગ ઓફિસર આ પદ માટે લાયક છે.,- સામાન્ય રીતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે ઉપલી વયમર્યાદા ૬૫ વર્ષ નક્કી કરવામાં આવી છે.,- શેકટકર સમિતિની ભલામણ કહે છે કે સરકારે ત્રણ સર્વિસ ચીફમાંથી સીડીએસની પસંદગી કરવી જોઈએ.,સુરક્ષા સંસ્થાનમાં ઘણા લોકો માને છે કે પ્રથમ બે કે ત્રણ સીડીએસની નિમણૂંક સેનામાંથી થવી જોઈએ.- આ એટલા માટે છે કારણ કે દેશને જે સુરક્ષા પડકારોનો સામનો કરવો પડે છે તે બે વિરોધીઓ સાથે સરહદો પર છે.- જનરલ રાવતને સીડીએસના પદ પર નિયુક્ત કરવા પાછળનું કારણ જમ્મુ અને કાશ્મીર અને પૂર્વોત્તરમાં તેમનો અનુભવ હતો.- જનરલ રાવતે બે ટોચના જનરલો, લેફ્ટનન્ટ જનરલ પ્રવીણ બક્ષી અને લેફ્ટનન્ટ જનરલ પીએમ હારિઝની જગ્યા લીધી હતી.