લદ્દાખ વહીવટીતંત્રે સોમવારે દાવો કર્યો હતો કે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પરિસ્થિતિતિ સામાન્ય છે, શાળાઓ, ઓફિસો અને બજારો ફરી ખુલી રહ્યા છે. દરમિયાન, લેહ એપેક્સ બોડીએ આ દાવાને ફગાવી દીધો હતો, અને કહ્યું હતું કે સામાન્યતાનો કોઈપણ દેખાવ માત્ર એક ભ્રમ છે. એ તમામ ધરપકડોને તાત્કાલિક સમાપ્ત કરવા અને પ્રતિબંધો હટાવવાની માંગ કરી હતી.એલએબીના સહ-અધ્યક્ષ ચીરિંગ દોરજેએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “ઇન્ટરનેટ હજુ પણ બંધ છે, અને સામૂહિક ધરપકડો થઈ રહી છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિતિને સામાન્ય કેવી રીતે કહી શકાય?”૨૪ સપ્ટેમ્બરના રોજ, દ્વારા લદ્દાખને રાજ્યનો દરજ્જા આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ રક્ષણની માંગણી સાથે આયોજિત પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ, પ્રદેશમાં કર્ફ્યુ અને ઇન્ટરનેટ સેવાઓ લાદવામાં આવી હતી.જાકે વહીવટીતંત્રે ધીમે ધીમે કર્ફ્યુ હટાવી લીધો હતો અને ૩ ઓક્ટોબરના રોજ ધોરણ ૮ સુધીની શાળાઓ ફરી ખોલી હતી, કલમ ૧૪૪ અમલમાં છે અને મોબાઇલ ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. એલજીના કાર્યાલયે એક સત્તાવાર પોસ્ટમાં જણાવ્યું હતું કે, “લદ્દાખ હવે શાંત છે. શાળાઓ, ઓફિસો અને બજારો ફરી ખુલી ગયા છે. એલજી કવિંદર ગુપ્તા સતત સુરક્ષાની સમીક્ષા કરી રહ્યા છે અને અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે.”બીજી બાજુ,એલએબી એ વહીવટીતંત્ર પર ગામના વડાઓને ધમકાવવા અને અટકાયત કરવાનો પણ આરોપ મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તેઓ ફક્ત જનતાને માહિતી આપી રહ્યા હતા અને કોઈપણ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓમાં સામેલ થયા ન હતા.એલએબીએ માંગ કરી હતી કે ધરપકડ કરાયેલા તમામ લોકોને મુક્ત કરવામાં આવે, ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે અને જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવે.વહીવટીતંત્ર વતી, મુખ્ય સચિવ પવન કોટવાલે જણાવ્યું હતું કે ૭૦ યુવાનોમાંથી ૩૦ યુવાનોને મુક્ત કરવામાં આવ્યા છે, અને બાકીનાને કોર્ટના આદેશ મુજબ મુક્ત કરવામાં આવશે. સરકાર યુવાનોને વધુ મુશ્કેલી ઊભી કરવા માંગતી નથી અને ટૂંક સમયમાં વાતચીત પ્રક્રિયા શરૂ કરવા તૈયાર છે.










































