સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને રાજકોટના મનપાના પૂર્વ નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટી અનુસૂચિત જોતિનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જ્યાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જોહેર મંચ પર કહ્યું હતું કે,’સરકાર બદલવાનું કામ કોંગ્રેસ નહીં કરી શકે, એટલે અમે ‘આપ’માં જોડાયા છીએ. આપ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ મીડિયાને જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં હતો, ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દૃષ્ટિએ લાંછન છે. હંમેશાં લોકો માટે મારે મારો સમય આપવો છે. લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતાં કોંગ્રેસ સારો પક્ષ છે અને આમ આદમી પાર્ટી વધુ સારી લાગે છે.
નોધનીય છે કે થોડા સમય પહેલા જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મનપાના પૂર્વ નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.અને રાજકોટમાં આમ આદમી પાર્ટી અનુસૂચિત જોતિનું સંમેલનનું આયોજન કર્યું હતું. જ્યાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જોહેર મંચ પર કહ્યું હતું કે,’સરકાર બદલવાનું કામ કોંગ્રેસ નહીં કરી શકે, એટલે અમે ‘આપ’માં જોડાયા છીએ.
તેમણે જણાવ્યું હતું કે, હું અને વશરામ સાગઠિયા બંને કોંગ્રેસે ધારાસભ્ય બનવા ટિકિટની ના પાડી એટલે આપમાં જોડાયા એવું નથી, પરંતુ પાછલી ચૂંટણીમાં વશરામભાઈ ૧૨૦૦ મતથી જ હાર્યા હતા. અને હવે વશરામભાઈને ધારાસભ્ય બનાવવાની જવાબદારી તમારા લોકોની છે. અને અમે બન્ને સમાજના હિત માટે ધારાસભ્ય બનવા માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા અનુસૂચિત જોતિના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં અનુસૂચિત જોતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા.