સુપ્રીમ કોર્ટમાં ગુનાહિત કેસોમાં દોષી નેતાઓને ચૂંટણી લડવા માટે અયોગ્ય કરાર આપવાની અરજી દાખલ થઈ છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તેમનો વિચાર પૂછ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું તેઓ દોષી સાબિત થયેલા નેતાઓને ચૂંટણી લડવા માટે અયોગ્ય કરાર આપવા માટે ઇચ્છુક છે? તેના પર કેન્દ્રના વકીલે કહ્યું કે આ બાબતે નિર્દેશ લેશે. આ પહેલા ગત સુનાવણીમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન.વી. રમન્નાએ કહ્યું હતું કે આ બાબતે સુનાવણી થશે.
તેમાં માગણી કરવામાં આવી હતી કે દોષી સાંસદો અને ધારાસભ્યો, પૂર્વ અને હાલનાને અયોગ્ય જોહેર કરવા જોઈએ. માત્ર દોષી કરાર આપવા પર જ સાંસદ કે વિધાનસભાઓની ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધિત કરી દેવા જોઈએ. સીજેઆઇ એન.વી. રમન્નાએ કહ્યું હતું કે અરજી દૂરોગામી પ્રભાવ અને પરિણામો સાથે એક પરેશાન કરનારો સવાલ ઉઠાવે છે. કોર્ટે કહ્યું હતું કે અમે બધા હિતધારકોને અવસર આપ્યા બાદ, ઉચિત તારીખની લાંબી સુનાવણી કરવી જરૂરી સમજીએ છીએ.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બે વર્ષથી વધારે સજો મેળવનારા પર જ ૬ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.
તો ભ્રષ્ટાચાર અને એનડીપીએસના કેસોમાં માત્ર દોષી કરાર આપવા જ પૂરતા છે. સીજેઆઇ એન.વી. રમન્ના, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની પીઠ ચૂંટણી સુધાર પર ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરી રહી છે. અરજીમાં માગણી કરવામાં આવી છે કે માત્ર કોઈ કેસમાં દોષી કરાર આપવા પર જ ચૂંટણી લડવા માટે અયોગ્ય કરાર આપવામાં આવવો જોઈએ.
અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં ધારાસભ્યો માટે લઘુત્તમ સજો અને ઉંમર સીમા નક્કી કરવાની માગણી કરી છે. એ સિવાય માગણી કરવામાં આવી છે કે ઇલેક્શન કમિશન, વિધિ આયોગ અને નેશનલ કમિશન ટૂ રિવ્યૂ ધ વ‹કગ ઓફ ધ કોન્સટિટ્યુશન તરફથી સૂચવવામાં આવેલા મહ¥વપૂર્ણ ચૂંટણી સુધારને લાગુ કરવાનો નિર્દેશ કેન્દ્ર સરકાર અને ચૂંટણી આયોગને આપવામાં આવે. એક અખબારના રિપોર્ટ મુજબ આ વર્ષે ૫ રાજ્યોમાં ચૂંટાઈને આવેલા ૬૮૦ ધારાસભ્યોમાંથી ૨૮ ટકા લોકો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશમાં ૧૪૩ ધારાસભ્યો પર ગુનાહિત કેસ છે. ઉત્તરાખંડ ૨૨, પંજોબમાં ૧૬, ગોવામાં ૯ અને મણિપુરમાં ૨ ધારાસભ્યો પર ગુનાહિત કેસ છે.