મહારાષ્ટ્ર નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારે પ્રશ્ન કર્યો કે સરકાર કેટલી વાર ખેડૂતોની લોન માફ કરી શકે છે અને શું આવી નાણાકીય છૂટછાટો ટકાઉ છે. તેમણે ખેડૂતોને નાણાકીય શિસ્તનું પાલન કરવા અને તેમના સંસાધનોનું વધુ સમજદારીપૂર્વક સંચાલન કરવા વિનંતી કરી. પવારે કહ્યું કે જ્યારે તમને શૂન્ય ટકા વ્યાજ પર કૃષિ લોન મળે છે, ત્યારે તેને નિયમિતપણે ચૂકવવાની આદત વિકસાવવી મહત્વપૂર્ણ છે. તેમણે પૂછ્યું, “સરકાર કેટલી વાર લોન માફ કરી શકે છે અને મફત ભેટો વહેંચી શકે છે? ભૂતકાળમાં શરદ પવારે પણ લોન માફ કરી છે. બાદમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના કાર્યકાળ દરમિયાન પણ આવું જ કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ પણ આવું જ કહ્યું હતું.”અજીત પવારે બારામતીમાં એક જાહેર સભાને સંબોધતી વખતે આ ટિપ્પણી કરી હતી. રાજ્ય સરકારે મુંબઈમાં ભૂતપૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુ અને અન્ય પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ પવારનું આ નિવેદન આવ્યું છે, જેમાં તેમણે ખાતરી આપી હતી કે ૩૦ જૂન, ૨૦૨૬ પહેલાં કૃષિ લોન માફી અંગે નિર્ણય લેવામાં આવશે.પવારે કહ્યું, “અમે નવા વર્ષમાં કૃષિ લોન માફી અંગે નિર્ણય લઈશું. કારણ કે વર્તમાન નાણાકીય બોજ નોંધપાત્ર છે. કારણ કે તે અમારા મેનિફેસ્ટોનો ભાગ છે, અમે આ વખતે તેનો અમલ કરીશું. પરંતુ તે વારંવાર થતી પ્રથા બની શકે નહીં. ખેડૂતોએ પણ જવાબદારી લેવી જાઈએ અને સમયસર લોન ચુકવણી સુનિશ્ચિત કરવી જાઈએ.”હકીકતમાં, રાજ્યભરમાં તાજેતરના પૂરને કારણે પાકને વ્યાપક નુકસાન થયા પછી સંપૂર્ણ લોન માફીની માંગ વધુ તીવ્ર બની છે. જાહેરાતમાં વિલંબ માટે વિપક્ષે સરકારની ટીકા કરી છે, જ્યારે વહીવટીતંત્ર કહે છે કે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. જાકે, અજિત પવારની ટિપ્પણીઓ પર તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે.મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગેએ તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ખેડૂતોએ આગામી ચૂંટણીમાં મતદાન કરતી વખતે પવારના શબ્દો યાદ રાખવા જાઈએ. તેમણે સમજવું જાઈએ કે આપણા મત મફત નથી.








































