manvadhikarabhivyakti.in

દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં અત્યારે જન્મદર સૌથી ખરાબ રીતે નીચે આવી ગયો છે.. ગ્લોબલ ટાઇમ્સે નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે. જેના કહેવા મુજબ ચીનમાં વર્ષ ૨૦૨૦માં જન્મદર ૧ ટકા કરતા પણ ઓછો થઇ ગયો છે જે છેલ્લાં ૪૩ વર્ષમાં સૌથી નીચે જન્મદર છે. વર્ષ ૨૦૨૦માં જન્મદર પ્રતિ હજોરે ૮.૫૨ ટકા નોંધાયો છે. હવે ચીનની સરકાર જન્મદર વધારવાની કોશિશ કરી રહી છે.ચીને ૩ બાળકો પેદા કરવાની સંમત્તિ આપેલી જછે, પરંતુ જન્મદર વધારવા માટે અનેક પ્રકારની સ્કીમ પણ મુકવામાં આવી રહી છે.
ચીન માટે સૌથી ચિંતાજનક વાત એ છે કે તમામ સરકારી યોજનાઓ પછી પણ વર્ષ ૨૦૨૦માં જન્મદર ઘટ્યો છે. નિષ્ણાતોના કહેવા મુજબ જો આ જ પ્રકારનો ટ્રેન્ડ યથાવત રહેશે અને વસ્તી ઘટતી જશે, તો ચીન દુનિયાનો સૌથી અમીર દેશ બનતા પહેલાં જ વૃધ્ધ થઇ શકે છે.ચીનની સિવિલ એફેર્સ મિનિસ્ટ્રીના આંકડા મુજબ વર્ષ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અહીં ૫૮.૫ લગ્ન થયા હતા, જે વર્ષ ૨૦૧૯ની સરખામણી ૧૭.૫ ટકા ઓછા છે.
જન્મદર દેશની કુલ વસ્તીમાં નવા જન્મેલા બાળકોની સંખ્યા હોય છે જયારે ગ્રોથ રેટ એ જન્મ લેનાર બાળકોની સંખ્યા અને જન્મ લીધા પછી બાળકોની મોતને લઇને તૈયાર કરવામાં આવે છે. ચીન સરકારના એનબીએસ વિભાગ દ્રારા જોરી કરવામાં આવેલા આંકડા અનુસાર ચીનમાં વર્ષ ૨૦૧૯માં જન્મ દર ૧૦.૪૮ પ્રતિ હજોરે હતો.
ચીનમાં વર્ષ ૨૦૨૦માં નવજોત શિશુ દર ૧૫ ટકા ઘટી ગયો હતો. અહીં વર્ષ ૨૦૨૦માં ૧.૦૩ કરોડ બાળકોએ જન્મ લીધા હતા. જેની સરખામણીએ વર્ષ ૨૦૧૯માં આ સંખ્યા ૧.૧૭ કરોડ હતી. આ મુદ્દો દુનિયાની બીજો નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા ચીન માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. કારણ કે કામ કરવાવાળા લોકોની ઉંમર નિવૃતિની નજીક પહોંચી ગઇ છે. યુવાઓની સંખ્યામાં લગાતાર ઘટાડો અને ઝડપથી વૃધ્ધ થઇ રહેલી વસ્તીને કારણે ચીન પરેશાન છે.
ચીને આ વર્ષના મે મહિનામાં પરિણીત યુગલોને વધારેમાં વધારે ૩ બાળકો પેદા કરવાની મંજૂરી આપીને જુની ફેમિલી પ્લાનિંગની યોજનાને રદ કરવાની જોહેરાત કરી હતી. ૪ વર્ષ સુધી ચીનમાં નવજોત બાળકોની સંખ્યામાં ઘટાડાને કારણે ૩ બાળકોની યોજના અમલમાં મુકવામાં આવી હતી.
બીજિંગ સ્થિત થિંક ટેંક સેન્ટર ફોર ચાઇના એન્ડ ગ્લોબલાઇઝેશનના ડેમોગ્રાફર હુઆંર વેનઝેંગના જણાવ્યા મુજબ નીચા જન્મ દર પાછળ ૩ મુખ્ય કારણો છે. પહેલું કારણ એ છે કે બાળકો પેદા કરતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો, બીજું કારણ ઝડપી શહેરીકરણ અને ઉચ્ચ શિક્ષણ મેળવતા લોકોની સંખ્યામાં વધારો અને ત્રીજું કારણ રસીકરણ સહિત કોવિડ પ્રતિબંધો છે.