ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટું પગલું ભરતા, કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના હેઠળ સાત નવા પ્રોજેક્ટ્‌સને મંજૂરી આપી છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અÂશ્વની વૈષ્ણવે સોમવારે આ જાહેરાત કરી. મંત્રીએ જણાવ્યું કે સરકારને આ યોજના હેઠળ કુલ ૨૪૯ દરખાસ્તો મળી છે, જેમાંથી સાતને પ્રારંભિક તબક્કામાં મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્‌સમાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ , કેમેરા મોડ્યુલ્સ, કોપર લેમિનેટ અને પોલીપ્રોપીલીન ફિલ્મ્સ (કેપેસિટર અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વપરાતા) ના ઉત્પાદન સાથે સંબંધિત પ્રોજેક્ટ્‌સનો સમાવેશ થાય છે.ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું હતું કે આ સાત પ્રોજેક્ટ્‌સમાં કુલ ?૫,૫૩૨ કરોડનું રોકાણ કરવામાં આવશે. આનાથી આશરે ૫,૧૯૫ લોકો માટે સીધી રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે સરકારને અત્યાર સુધીમાં ૧.૧૫ લાખ કરોડના રોકાણ પ્રસ્તાવો પ્રાપ્ત થયા છે, જે દેશમાં વધતી જતી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષમતા દર્શાવે છે.સરકાર દ્વારા આ પહેલ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વધુ મજબૂત બનાવશે. આ યોજના હેઠળ, દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઘટકોનું સ્થાનિક ઉત્પાદન વધારવા, આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અÂશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત ઝડપથી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું છે. મોબાઇલ ફોનથી લઈને સેમિકન્ડક્ટર અને હવે કમ્પોનન્ટ ઉત્પાદન સુધી, ભારત આગામી વર્ષોમાં ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવવાનું લક્ષ્ય રાખે છે.ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમના પ્રથમ તબક્કા માટેની અરજી પ્રક્રિયા ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ગઈ હતી, જ્યારે મૂડી ઉપકરણો માટે અરજી કરવાની મુદત હજુ પણ ખુલ્લી છે. સરકારનું કહેવું છે કે આ યોજનાના બીજા તબક્કામાં ઘણા વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્‌સને મંજૂરી મળવાની શક્યતા છે, જે ઈલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઈનમાં દેશની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.છેલ્લા દસ વર્ષમાં ભારતનું ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન લગભગ ચાર ગણું વધ્યું છે. તે ૨૦૧૪ માં ૨.૪ લાખ કરોડથી વધીને ૨૦૨૪ માં ૯.૮ લાખ કરોડ થવાનો અંદાજ છે. એકલા મોબાઈલ ફોનનું ઉત્પાદન ૪.૪ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જેમાં ૧.૫ લાખ કરોડની નિકાસનો પણ સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે આગામી વર્ષોમાં, ભારત માત્ર મોબાઈલ ફોન જ નહીં, પરંતુ ચિપ્સ, ઘટકો અને હાઇ-ટેક ઇલેક્ટ્રોનિક સાધનોના ઉત્પાદન માટેનું એક મુખ્ય વૈશ્વિક કેન્દ્ર બનશે.