The Union Minister for Information & Broadcasting, Youth Affairs and Sports, Shri Anurag Singh Thakur holding a press conference on Cabinet Decisions, in New Delhi on July 22, 2021.

ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ સાંસદ બદરૂદ્દીન અજમલના સવાલનો જવાબ આપતાં સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવેલી જાહેરાતમાં મુખ્ય એજન્ડા સરકારી નીતિઓ અને યોજનાઓ વિશે તેમના લક્ષિત લાભાર્થીઓને જાગરૂક બનાવવાનો છે. મંત્રાલયના તરફથી જાહેર કરાયેલા ડેટા અનુસાર સરકારે અખબારોમાં આપેલી જાહેરાત પર કુલ ૮૨૬.૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦-૨૧ની વચ્ચે ૬૦૮૫ અલગ-અલગ અખબારોમાં ૧૧૮.૫૯ કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી, બીજી બાજુ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની વચ્ચે ૫૩૬૫ અખબારોમાં ૨૦૦ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૧૮-૧૯ની વચ્ચે ૬૧૧૯ અખબારોની વચ્ચે ૫૦૭.૯ કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી.
બીજી તરફ ઈલેક્ટ્રોનિક મીડિયામાં પાછલા ત્રણ વર્ષ દરમિયાન જાહેરાતમાં ૧૯૩.૫૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. આ પહેલા પણ અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવી ચુક્યાં છે. સરકારે ટેન્ડર અથવા નોકરીની ભરતી માટે ગેર સંચાર જાહેરાત પર ખર્ત ઓછો કરી દીધો છે