કેન્દ્ર સરકાર દ્વારા ડાયરેક્ટર બેન્ક ટ્રાન્સફર – DBT અંતર્ગત આધાર બેઝ્ડ બાયોમેટ્રીક e-KYCની કામગીરી હાલ ઝૂંબેશ સ્વરુપમાં શરુ છે. જેના અનુસંધાને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ દ્વારા આધાર બેઝ્ડ બાયોમેટ્રીક e-KYCની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના છે. આ કામગીરી માટે સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ હોય અને આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવા હેતુથી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. સરકારી યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓએ આધારકાર્ડનું e-KYC કરાવવું ફરજિયાત છે તેમાં ડાયરેક્ટર બેન્ક ટ્રાન્સફરના માધ્યમથી જે યોજનાનો લાભ મળતો હોય તેવા લાભાર્થીઓની યાદી જિલ્લા કક્ષાએ તૈયાર કરવામાં આવી છે. આ યોજનાઓના લાભાર્થીઓ સુધી સત્વરે પહોંચી અને તેમનું ઈ-કેવાયસી સંપન્ન કરવામાં આવશે. લાભાર્થીઓ માય રાશન એપ્લિકેશન પરથી ઘરબેઠા e-KYC કરાવી શકે છે.