લાઠીના સરકારી પીપળવા ગામેથી એક યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. જેની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે હરેશભાઈ પ્રાગજીભાઈ વઘાસિયા (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી ધ્રુવી (ઉ.વ.૧૮) ઘરેથી કોઈને કહ્યા વગર પોતાની મેળે ઘરેથી નીકળી ક્યાંક જતી રહી હતી. લાઠી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.