અમરેલી જિલ્લામાં ઘણા યુવાનો અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી રહ્યા છે. સરકારી પીપળવા ગામે રહેતી એક યુવતીએ પણ આવું પગલું ભરતાં પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો. આ બનાવ અંગે મનસુખભાઈ જીવરાજભાઈ રાઠોડ (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરીએ બે દિવસ પહેલા અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હતું. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.કે.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.