ઝારખંડના ગિરિડીહની એક સરકારી હોસ્પિટલમાં ત્રણ દિવસના બાળકને ઉંદરોએ ફોલી ખાધું હતું અને બાળકની હાલત ગંભીર છે.અહેવાલ મુજબ, તબીબી બેદરકારીનો આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ બે નર્સોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે અને આ મામલે તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.
આ ઘટના ૨ મેના રોજ ગિરિડીહ સદર હોસ્પિટલમાં બની હતી અને નવજાત શિશુને ગંભીર હાલતમાં ધનબાદની શહીદ નિર્મલ મહતો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એસએનએમએમસીએચના ડોકટરોએ જણાવ્યું હતું કે બાળકની સ્થિતિ હવે સ્થિર છે.
માતા મમતા દેવીએ કહ્યું કે જ્યારે તે ગિરિડીહ હોસ્પિટલના મોડલ મેટરનલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ વોર્ડમાં તેના નવજાત શિશુને જાવા ગઈ, ત્યારે તેણે ઉંદરો દ્વારા ફોલી ખાવાના કારણે બાળકના ઘૂંટણ પર ઊંડા ઘા જાયા.
બાળકનો જન્મ ૨૯ એપ્રિલે થયો હતો અને તેને એમસીએચમાં દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે તેને જન્મ પછી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. માતાએ કહ્યું કે ફરજ પરની નર્સે તેને કહ્યું હતું કે બાળકને કમળાનો ચેપ લાગ્યો છે. નર્સે બાળકને વધુ સારી હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ પણ આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લા પ્રશાસને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ફરજ પરના ડાક્ટર સામે પગલાં લેવાની ભલામણ કરી છે. ગિરિડીહના ડેપ્યુટી કમિશનર નમન પ્રિયેશ લાકરાએ જણાવ્યું કે ગિરિડીહ સદર હોસ્પિટલમાં ફરજ પરના ડાક્ટર સામે કાર્યવાહી કરવા માટે ઝારખંડના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર મોકલવામાં આવ્યો છે.