સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે “સ્વતંત્રતા સેનાની દુર્ગાબાઇ દેશમુખ” વિષય પર ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય વક્તા ડો. તનુજાબેન કલોલ દ્વારા સ્વતંત્રતા સેનાની દુર્ગાબાઇ દેશમુખના જીવન વિશે, તેમના દેશભક્તિ અને સમાજસેવાના કાર્યો વિશે તથા તેમના રાષ્ટ્રવાદી વિચારો વિશે ઉંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વેબિનાર નિહાળ્યો હતો.