ભાડ ગામના રહેવાસી લાલજીભાઇ બોઘાભાઇ સરિખડાનું તાજેતરમાં કુદરતી મૃત્યુ થયું હતું. તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ખાંભા શાખામાંથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના હેઠળ રૂ. ૪૩૬ વીમા પ્રીમિયમ ભર્યું હતું. આ વીમા અંતર્ગત લાલજીભાઇના વારસદાર પત્ની રસીલાબેનને બેંક મેનેજર પ્રજાપતિના હસ્તે વીમાની રકમ પેટે રૂ. બે લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.