આજે પણ કિંમતોમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. પેટ્રોલ- ડીઝલના ભાવમાં ગત અનેક દિવસથી સ્થિરતા બનેલી છે. ઉલ્લેખનીય છે યુપી સહિત અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રુપિયા પ્રતિ લીટરથી ઓછામાં મળી રહ્યું છે. સરકારે દિવાળીના એક દિવસ પહેલા પેટ્રોલમાં ૫ રુપિયા પ્રતિ લીટર તથા ડીઝલ પર ૧૦ રુપિયા ઘટાડાનું એલાન કર્યુ હતુ. આ બાદ લગભગ કિંમતોમાં સતત સ્થિરતા જાવા મળી રહી છે
આ ઘટાડો કેન્દ્ર સરકારના પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાના કારણે આવ્યો છે. સાથે અનેક રાજ્યોમાં રાજ્ય સરકારોએ પોતાના સ્તરે ભાવ ઘટાડ્યા છે. યુપીમાં પેટ્રોલ- ડીઝલ ૧૨-૧૨ રુપિયા સસ્તું થયુ છે. આ બાદ યુપી સહિત અનેક શહેરમાં તેલ ૧૦૦ રુપિયા પ્રતિ લીટરથી ઓછું થયું છે.આજના રેટ મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૧૦૩.૯૭ રુપિયા પ્રતિ લીટર છે. ત્યારે ડીઝલ ૮૬.૬૭ રુપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે
દેશના રાજયોમાં પેટ્રોલ -ડીઝલના આજના ભાવઃ દિલ્હીમાં પેટ્રોલ૧૦૩.૯૭ રુપિયા અને ડીઝલ રુ ૮૬.૬૭ રુપિયા પ્રતિ લીટર,મુંબઈમાં પેટ્રોલ ૧૦૯.૯૮ રુપિયા અને ડીઝલ રુ ૯૪.૧૪ રુપિયા પ્રતિ લીટર,ચેન્નાઈમાં પેટ્રોલ૧૦૧.૪૦ રુપિયા અને ડીઝલ રુ ૯૧.૪૩ રુપિયા પ્રતિ લીટર,કોલકત્તામાં પેટ્રોલ રુ ૧૦૪.૬૭ રુપિયા અને ડીઝલ રુ ૮૯.૭૯ રુપિયા પ્રતિ લીટર,શ્રીગંગાનગર પેટ્રોલ ૧૧૪.૦૧ રુપિયા અને ડીઝલ ૯૮.૩૯ રુપિયા પ્રતિ લીટર
જે શહેરોમાં ૧૦૦ રુપિયા પેટ્રોલ- ડીઝલના ભાવ છે તેમાં પોર્ટ બ્લેયર પેટ્રોલ ૮૨.૯૬ રુપિયા અને ડીઝલ ૭૭.૧૩ રુપિયા પ્રતિ લીટર,નોઈડામાં પેટ્રોલ ૯૫.૫૧ પ્રતિ લીટર અને ડીઝલ રુ ૮૭.૦૧ પ્રતિ લીટર,ઇટાનગર પેટ્રોલ ૯૨.૦૨ રુપિયા અને ડીઝલ ૭૯.૬૩ પ્રતિ લીટર,ચંદીગઢ પેટ્રોલ ૯૫.૨૮ રુપિયા અને ડીઝલ ૮૦.૯ પ્રતિ લીટર, આઈજાલ પેટ્રોલ ૯૪.૨૬ રુપિયા અને ડીઝલ ૭૯.૭૩રુ. પ્રતિ લીટર, લખનૌ પેટ્રોલ ૯૫.૨૮ રુપિયા અને ડીઝલ ૮૬.૮ પ્રતિ લીટર, શિમલા પેટ્રોલ ૯૫.૭૮ રુપિયા અને ડીઝલ ૮૦.૩૫ પ્રતિ લીટર, પણજી પેટ્રોલ ૯૬.૩૮ રુપિયા અને ડીઝલ ૮૭.૨૭ પ્રતિ લીટર, ગેંગટોક પેટ્રોલ ૯૭.૭ રુપિયા અને ડીઝલ ૮૨.૨૫ પ્રતિ લીટર, રાંચી પેટ્રોલ ૯૮.૫૨ રુપિયા અને ડીઝલ ૯૧.૫૬ પ્રતિ લીટર, શિલોંગ પેટ્રોલ ૯૯.૨૮ રુપિયા અને ડીઝલ ૮૮.૭૫ પ્રતિ લીટર, દહેરાદૂન પેટ્રોલ ૯૯.૪૧ રુપિયા અને ડીઝલ ૮૭.૫૬ પ્રતિ લીટર, દમન પેટ્રોલ ૯૩.૦૨ રુપિયા અને ડીઝલ ૮૬.૯ પ્રતિ લીટર ભાવ છે.