સુરતમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતાં પોલીસે સરકારી અધિકારીને ઝડપી પાડ્યો. સરકારના વહીવટદાર વિભાગમાં કામ કરતાં વર્ગ-૩નો અધિકારી ખુલ્લેઆમ લાંચ લેચા ઝડપાયો. માંડવીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ છઝ્રમ્ પોલીસે છટકું ગોઠવી અધિકારીને ઝડપી પાડ્યો. હાલમાં શખ્સની અટકાયત કરવામાં આવી છે. પોલીસ લાંચનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરશે.
પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદીએ વદેશીયા ગ્રામ પંચાયત હેઠળનાં સરકારી કામો પૂર્ણ કરાવવા અધિકારીની વિનંતી કરી.વદેશિયા ગ્રામ પંચાયતની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીએ કામ પૂરું કરવા કમિશન માંગ્યું. અધિકારીએ ફરિયાદી પાસેથી કામ પુરું કરવા કમિશન પેટે રૂ.૪૨,૫૦૦/- ની લાંચની માંગણી કરેલ જેમાંથી પ્રથમ રૂ.૩૫,૦૦૦/- આપવાનું નકકી થયું હતું. આ રકમ અધિકારીના ખાતામાં જમા કરવા કહ્યું હતું. જા કે ફરિયાદી એક જાગૃત નાગરિક હોવાથી તેઓ આ પ્રકારના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માંગતા ના હોવાથી તેમણે સરકારના ભ્રષ્ટાચાર વિરોધી વિભાગમાં ફરિયાદ નોંધાવી.
જાગૃત નાગરિકે એ.સી.બી. નો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરીયાદ આપેલ. ફરિયાદના આધારે એસીબીએ અધિકારીને પકડવા છટકું ગોઠવ્યું. વદેશિયા ગ્રામ પંચાયતની કચેરી સરકારી અધિકારી સામેની ફરિયાદના આઘારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી હતી. આમ સરકારી અધિકારી ખુલ્લેઆમ લાંચ લેતા પકડાયો. છમ્ઝ્ર સરકારી અધિકારીને ઝડપી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.