સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાની ટિકા કરવી અથવા ૫ ઓગસ્ટને બ્લેક ડે ગણાવવો, કોઈ ગુન્હો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દરેક નાગરિકને જમ્મુ કાશ્મીરના દરજ્જાને બદલવાની ટીકા કરવાનો અધિકાર છે. આ કોઈનો પોતાનો વ્યક્તગત મત હોય શકે છે. આર્ટિકલ ૧૯ અંતર્ગત દેશના નાગરિકોને પોતાનો વિરોધ નોંધાવાનો અધિકાર મળેલો છે. જા આવી રીતે સરકારના દરેક નિર્ણયની ટિકા પર આઇપીસીની કલમ ૧૫૩-છ અંતર્ગત ફરિયાદ નોંધવા લાગીશું તો લોકતંત્ર બચશે નહીં.
સુપ્રીમ કોર્ટે આગળ ચુકાદામાં કહ્યું કે, જા ભારતનો કોઈ નાગરિક ૧૪ ઓગસ્ટ (પાકિસ્તાનની સ્વતંત્રતા દિવસ) પર પાકિસ્તાનના નાગરિકોને શુભકામના આપે છે, તો તેમાં કંઈ ખોટું નથી. આ સદ્ભાવના દેખાડવાની રીત છે. આવી સ્થતિમાં એવું ન કહી શકાય કે, તેના પાછળનો ઉદ્દેશ્ય બે ધાર્મિક સમુદાયની વચ્ચે વૈમનસ્ય ફેલાવાનું છે. કોઈ શખ્સના ધર્મના આધાર પર તેના પર આવી શંકા કરવી ઠીક નથી.
કોર્ટે આ ટિપ્પણી મહારાષ્ટના કોલ્હાપુર કોલેજમાં કાર્યરત એક કાશ્મીરી પ્રોફેશર જાવેદ અહદમ વિરુદ્ધ દાખલ કરેલી ૧૫૩ છ ના કેસને ખતમ કરતા કરી છે. પ્રોફેસરે ૫ ઓગ્સટને જમ્મુ કાશ્મીર માટે બ્લેક ડે ગણાવ્યો હતો અને ૧૪ ઓગસ્ટ-હેપ્પી ઈંડિપેંડેસ ડે પાકિસ્તાન વાળા વોટ્સએપ સ્ટેટસ લગાવ્યું હતું અને તેને ગ્રુપમાં શેર કર્યું હતું.