વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જોહેરાત કરી છે. અભિનેત્રી કંગના રાણાવત મોદી સરકારના આ નિર્ણયથી નારાજ દેખાઈ રહી છે. કંગનાએ કૃષિ કાયદાની વાપસીને દુઃખદ અને શરમજનક ગણાવતા કહ્યું કે મોદી સરકારનો આ નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે. કંગનાએ ઈન્ટાગ્રામ પર સ્ટોરી કરીને પોતાની ભડાસ કાઢી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષથી વધુ સમયથી વિવાદમાં રહેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાની જોહેરાત કરી હતી અને આ માટે સંસદના આગામી સત્રમાં બિલ લાવવામાં આવશે. કંગનાએ કહ્યું કે જો લોકો સંસદમાં ચૂંટાયેલી સરકારની જગ્યાએ રોડ પર કાયદો બનાવવાનું શરૂ કરે તો તે જેહાદી રાષ્ટ્ર છે. જે આ ઈચ્છતા હતા તેઓને અભિનંદન.
આજે રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે અમે ખેડૂતોને સમજોવી શક્યા નથી, અમારી તપસ્યાનો અભાવ હતો, જેના કારણે અમારે આ કાયદા પાછા ખેંચવા પડ્યા છે.