ચલાલા પંથકમાં રહેતી એક યુવતી સાથે સરંભડા ગામાના યુવકે શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ લગ્ન નહીં કરવાનું જણાવીને તેના પિતા તથા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફફડી ઉઠેલી યુવતીએ સરંભડા ગામના અજયભાઈ ગોવિંદભાઈ દાફડા નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ તેને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. જે બાદ ચલાલા બસ સ્ટેશનમાંથી મોટર સાયકલમાં બેસાડી સાવરકુંડલા તથા ધારી લઇ જઇ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ સુરત મુકામે લઇ જઇ ત્યાં પણ શરીર સંબંધ બાંધી આરોપી કહે તેમ નહી કરે તો દવા પી’ જવાની ધમકી આપી શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત લગ્ન કરવાની ના પાડી હતી. તેમજ તેના બાપુજી તથા ભાઇને ફોન કરીને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.