લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને વધુને વધુ ફટકા લાગી રહ્યા છે. ધારાસભ્યો ઉપરાંત કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે સરંભડાનાં મથુરભાઈ દુધાત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત મુકેશભાઈ બાજરીયા, વિપુલ બાજરીયા તથા સરંભડાનાં અન્ય આગેવાનો પણ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા છે.