સયાજીગંજ અને મુજમહુડા વિસ્તારમાં ઇન્વેસ્ટમેન્ટની ઓફિસ ધરાવતા વિધર્મી યુવકે તેની ઓફિસમાં નોકરી કરતી હિન્દુ યુવતીની મરજી વિરૃદ્ધ વારંવાર બળાત્કાર ગુજારી બ્લેકમેલ કરતાં તેણે કુટુંબીજનોને જાણ કર્યા બાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઓફિસ સંચાલકની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. પીડિતાએ કહ્યું છે કે,જુલાઇ-૨૦૨૩માં સયાજીગંજમાં ઇન્વેસ્ટમેન્ટની ઓફિસ ધરાવતા વાહિદ ભટ્ટીને ત્યાં નોકરીએ લાગી ત્યારે તે મારી સાથે વાતો કરી હમદર્દી દાખવતો હતો.તેણે મને બર્ગરકિંગની દુકાને નાસ્તો કરવા લઇ જઇ ફોટો પાડયો હતો અને મેં પૂછતાં તેણે તું મને બહુ ગમે છે એટલે ફોટો લીધોતેમ કહ્યું હતું,જેથી હું ત્યાંથી પરત આવી ગઇ હતી.ત્યારબાદ બીજા મહિને ઓફિસમાં કોઇ હાજર નહિં હોવાથી તેનો લાભ લઇ વાહિદે મને તેની કેબિનમાં બોલાવી તારી સાથે પ્રેમ કરવા માટે બધાને રજા આપી દીધી છે તેમ કહી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારબાદ તેણે વીડિયો ઉતારી લીધો છે કોઇને કહીશ તો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી.ત્યારપછીના મહિને પા‹કગમાં આવી જ રીતે બદનામ કરવાની ધમકી આપી કારમાં દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતાએ પોલીસને કહ્યું છે કે,વાહિદે મુજમહુડા ખાતે ઓફિસ લઇ ગયો હતો અને ત્યાં પણ મારી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી હું ખૂબ ટેન્શનમાં રહેતી હતી અને મારા પરિવારજનોને વાત કરી ફરિયાદ કરી હતી.સયાજીગંજના પીઆઇ ઝેડ એન ધાસુરાએ ગુનો નોંધી વહિદ બશીરભાઇ ભટ્ટી (નવીનગરી,ડાભા,જંબુસર)ની ધરપકડ કરી છે.
પીડિતાએ કહ્યું છે કે,વીડિયો અને ફોટા વાયરલ કરવાની વારંવાર ધમકી આપી બ્લેકમેલ કરતા વહિદ ભટ્ટીએ આવી જ રીતે મેરેજ રજિસ્ટ્રેશન માટે સહી કરાવી હતી.જેથી મેં મારા પરિવારજનોને વાત કરતાં નોંધણી રદ કરાવી વહિદ પાસે ડોક્યુમેન્ટ પરત લઇ લીધા હતા.