મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા ૧૬ એપ્રિલના રોજ સમ્રાટ અશોકની ૨૩૨૮ મી જન્મ જયંતીની જૂનાગઢ ખાતે આવેલ સમ્રાટ અશોક શિલાલેખની બૌદ્ધોએ મુલાકાત કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ કાળવા ચોકથી ધમ્મ પદયાત્રા કાઢવામાં આવી હતી જે સમ્રાટ અશોકનાં શિલાલેખ સુધી જઈ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ આયુષ્માન સિંહલ બોધિધર્મન દ્વારા શિલાલેખમાં બુદ્ધ વંદનાનું સંઘાયાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત તમામ બૌદ્ધોએ પોતાની બૌદ્ધ વિરાસત ખાપરા કોડીયાની બૌદ્ધ ગુફાઓ અને બાબા પ્યારેની બૌદ્ધ ગુફાઓની મુલાકાત લીધી હતી.