અમરેલીમાં રહેતી એક યુવતીના લગ્ન અમદાવાદના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાએ નાની વાતમાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેનાથી ત્રાહિમામ પોકાર્યા બાદ મહિલા અમરેલી પરત ફરી હતી અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. દક્ષાબેન અશોકભાઈ ભાલીયા (ઉ.વ.૨૮)એ અમદાવાદના નિકોલમાં રહેતા પતિ અશોકભાઇ વલ્લભભાઇ ભાલીયા, સાસુ હંસાબેન વલ્લભભાઇ ભાલીયા, દિયર કૌશીકભાઇ વલ્લભભાઇ ભાલીયા તથા નણંદ સરોજબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના લગ્ન ૨૦૧૮માં થયા હતા. મે, ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન આરોપીએ તેમને ઘરકામ બાબતે તેમજ તેમના લગ્ન સમૂહલગ્નમાં થયા હતા તે બાબતે કરિયાવર મુદ્દે મેણાટોણા માર્યા હતા. તેમજ માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. પતિએ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.કે. સોળીયા વધુ તપાસ કરી રહ્યા છે.