બે સમુદ્રી જહાજ જે તાજેતરમાં જ જાણિતા ડૂબેલા સૈન જાસ યુદ્ધ જહાજના કાટમાળ પાસે મળ્યું હતું તેમાં ૧૭ બિલિયન ડોલરનું સોનું લદાયેલું જાવા મળ્યું છે. ન્યૂઝવીકમાં છપાયેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે. ૬૨ બંદૂકોવાળા સૈન જાસ બ્રિટિશ સેનાએ ૧૭૦૮ માં ડૂબેલું હતું. વર્ષ ૨૦૧૫ માં આ મળ્યું હતું અને સ્પેનની સરકારે એક નવા ફૂટેજ રિલીઝ કરી બતાવ્યા હતા કે આ જહાજના કાટમાળમાં સોનું અને બીજી મૂલ્યવાન વસ્તુઓ લદાયેલી હતી. આ વીડિયો રિમોટ કંટ્રોલવાળા વ્હીકલ વડે રેકોર્ડ કરવામાં આવ્યો છે અને તેમાં દેખાય કે એક હોડી અને એક જહાજ મુખ્ય યુદ્ધજહાજની પાસે દેખાય છે.
બંને જહાજ ૨૦૦ વર્ષ જૂના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વોશિંગટન પોસ્ટે પોતાના રિપોર્ટમાં આ જણાવ્યું છે. રિમોટ વડે ઓપરેટ થનાર પાણી નીચેના વાહનને દેશના કેરેબિયન તટથી ૩,૧૦૦ ફૂટ નીચે મોકલવામાં આવ્યું હતું. વાદળી અને લીલા રંગની તસવીરોમાં સોનાના સિક્કા, માટલા અને બિલકુલ સારી અવસ્થામાં પ્રોક્લેનના કપ જાવા મળે છે જે સમુદ્રના તળિયે ફેલાયેલા છે.
સદીઓ સુધી સમુદ્રની નીચે રહેવા છતાં જહાજનો એક ભાગ બિલકુલ સાજા છે. એક તોપ પણ સમુદ્રના તટ પર જાવા મળી રહી છે અને વિવિધ પ્રકારના માટીના વાસણોથી દૂર છે.
અધિકારીઓએ જણાવ્યું કે નૌસેના અને સરકારના પુરાતત્વ વૈજ્ઞાનિક તેમના મૂળ સ્થાનને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ઇવાન ડુક્કેએ કહ્યું ‘અમારો પ્રયત્ન છે કે તેને નિકાળવામાં આવે અને ભવિષ્યની શોધ માટે એક સતત નાણા પોષણની વ્યવસ્થા કરવામાં આવે. એક પ્રકારે અમે આ ખજાનાની રક્ષા કરી રહ્યા છીએ. સૈન જાસ જહાજના કાટમાળને પવિત્ર જહાજનો કાટમાળ પણ કહેવામાં આવે છે, કારણ કે આ જહાજ સમુદ્રમાં ખોવાયેલા કિંમત સામાન કરતાં વધુ સામાન લઇ જઇ રહ્યો હતો.