આર્યનખાન ડ્રગ્સ કેસથી ચર્ચામાં આવેલા એનસીબી ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી શકે છે.વાનખેડે પર શરુઆતથી જ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક આરોપો લગાવી રહ્યા હતા.એ પછી હવે મહારાષ્ટ્ર એક્સાઈઝ વિભાગે પણ સમીર વાનખેડેને એક નોટીસ આપી છે.
એક્સાઈઝ વિભાગે સમીર વાનખેડેના નવી મુંબઈ ખાતે આવેલા બારને ૧૯૯૭માં લાઈસન્સ માટેના ફોર્મમાં ખોટી જોણકારી આપવા બદલ નોટિસ આપી છે.મુંબઈમાં ક્રુઝ શિપ પર યોજોયેલી પાર્ટીમાં દરોડો પાડ્યા બાદ અને શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા.તેમના પર મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે વસૂલી કરવા માટે આર્યન ખાનની ધરપકડ કરાઈ હોવાનો આરોપ મુક્યો હતો.
નવાબ મલિકે સમીર વાનખેડે મુંબઈમાં બારની માલિકી ધરાવતા હોવાનો આક્ષેપ પણ મુક્યો હતો અને હવે આ જ સંદર્ભમાં એક્સાઈઝ વિભાગે નોટિસ આપી હોવાનુ દેખાઈ રહ્યુ છે.