આવી સ્થિતિ તો ફક્ત બે જ મિનિટ ટકી, ત્યાં તો જ્યોતિએ દામલનું માથું તેના બંન્ને હાથે ઊંચુ કરી કહ્યું: “આવી મજા કરવી વધારે સારી નહીં, ઘણું થયું, ઘણું સારૂં થયું… પણ જા ને હવે તો બાથરૂમ પણ તારી રહ જુઓ છે, જા…, નાહીને હજી તો તારે તૈયાર થવાનું બાકી છે. આમ કંઇ…”
એક પણ શબ્દ બોલ્યા વગર દામલ ચૂપચાપ બાથરૂમમાં ચાલ્યા ગયો. સારી રીતે તે નહાવા લાગ્યો. રોજ કરતા આજે તેને નહાવામાં વધુ વાર લાગી. જેવો એ બાથરૂમમાંથી બહાર નીકળ્યો એ સાથે તો તે છક્ક થઇ ગયો. જ્યોતિ તો સોળે શણગાર સજીને તૈયાર થઇને ઊભી હતી. દામલ તો આ હસીન છોકરીને બસ જાતો જ રહ્યો. અને તેની જાવાની આ દ્રષ્ટીથી આફરિન થઇ જઇ જ્યોતિ બોલી ઃ “શું.. તું મને પહેલી જ વાર જુએ છે ? આમ બાઘાની જેમ આંખો ફાડીને તું શું જાઇ રહ્યો છે ? હું જ્યોતિ છું જ્યોતિ…! રાત આખી તો આ જ્યોતિની જ્યોત તે પ્રકટાવ્યા કરી છે. હવે શું છે ? છાનોમાનો ઝડપથી તૈયાર થવા માંડ…. ”
જ્યોતિની આવી લોભામણી ભાષા, આવા શબ્દો સાંભળી દામલ ભોંઠો પડી… નજર નીચી નમાવી…ચાલ્યો. થોડીવારમાં તો તે તૈયાર પણ થઇ ગયો. હજી તો સવારના છ થયા હતા. પક્ષીઓનો કલબલાટ પણ હવે સંભળાવા લાગ્યો હતો. પરંતુ હોલમાં તો હજી સાવ શાંતિ હોય તેમ લાગતું હતું. એટલે કે છોકરાઓ હજી ઊઠયા નહીં હોય તેવું લાગતું હતું.
દાંતીયાથી માથુ ઓળતાં ઓળતાં દામલ એમ જ બોલ્યો: “છ જ થયા છે. આપણે તો તૈયાર થઇ ગયા. હવે બાળકોને જગાડી તૈયાર તો કરવા પડશે ને ? બધા હજી નહાશે ને…તૈયાર થશે પછી માંડ આપણે નવ વાગે સક્કરબાગ જવા રવાના થઇશું, બરાબર ને ?”
“તો પછી હવે રાહ શેની છે ? ચાલ, આપણે તો રૂમમાંથી બહાર નીકળીએ…” જ્યોતિ બોલી અને રૂમના બારણા તરફ ચાલવા લાગી.
સમય સમયનું કામ કરે છે. એટલે તો સમગ્ર માનવ જાત સમયની ગુલામ છે. હવે સમયની સાથે સૌને ચાલવું રહ્યું. ધીમે ધીમે કરતા સમય પસાર થતો રહ્યો. બધાં છોકરાઓ હવે ધીમે ધીમે ઊઠી રહ્યાં હતાં, અને સવારની પ્રાતઃક્રિયામાં કામે લાગી ગયા.
જ્યોતિ અને દામલ તો તૈયાર થઇ ગયા હતા. ત્યારે દામલે હોલમાં આવી બધાં બાળકોને કહ્યું ઃ “આજે આપણે સક્કરબાગ જવાનું છે. સક્કરબાગ મોટું પ્રાણી સંગ્રહાલય છે. ત્યાં આગળ જ આપણે મજા કરવાની છે. તમે બધાં તૈયાર થઇ જાવ પછી નવ વાગે એટલે આપણે નીકળશું. ચાલો હવે બધાં ઝડપથી તૈયાર થવા માંડો…”
પછી જ્યોતિ સામે જાઇ દામલે કહ્યું: “ચાલ, આપણે દરવાજાની બહાર આંટો તો મારીએ…”
જ્યોતિ અને દામલ ધીમે ધીમે દરવાજાની બહાર નીકળ્યા. બહારની તાજી હવા આહલાદક હતી. ચોમેર વનરાજી તો હતી જ એટલે વાતાવરણ ખુશનુમા હતું. કાચી સડક પર ચાલતા ચાલતાં દામલે જ્યોતિ સામે જાઇ કહ્યું: “હું અને તું… સાચે જ વિધિવત રીતે આખી જિંદગી સાથે જ રહી ન શકીએ…?”
“ના…., ન રહી શકીએ…” જ્યોતિએ તરત જવાબ આપ્યો.
“કેમ…? હવે વળી તારે શું તકલીફ ?”
“બસ…., હજી તો આપણે એકવાર જ ભેગાં થયા, ત્યાં તો તું ઉતાવળે આવી વાત કરવા માંડયો…?”
“એવી વાત નથી જ્યોતિ, હું તો આપણા ભવિષ્યની વાત…”
ભવિષ્ય, ભવિષ્ય, ભવિષ્ય…! કાલ શું થશે તેનું કદી વિચાર્યું છે તે…?”
“તો શું કરૂં હું ? હું તારા વગર હવે તો રહી જ નહી શકુ…”
“રહેવું પડે…. એકલું પણ રહેવું પડે સમજ્યો. આ સમાજમાં, સમાજની વચ્ચે રહેવું હોય તો ઘણું ઘણું સહન કરવું પડશે. જાતો નથી…, હું કેટલે દૂરથી અહીં આવી છું… ને તે પણ સાવ એકલી જ, છતાં રહું છું ને ? એ પણ એક જુવાન છોકરી થઇને…! મારે અહીં આવવાની કંઇક તો મજબુરી હશે જ ને ?”
“તારી મજબૂરી ને તારૂં કારણ જે હોય તે, પરંતુ હું એક વાત સત્ય જ કહુ છું… હું તારા વગર જીવી નહીં શકુ…”
“ભણેલ – ગણેલ યુવાનથી આવું ન બોલાય, આને અપરિપકવ જિદ કહેવાય. મારી સામે જા, તેં કયારેય સપનામાં ધાર્યુ હતું કે આ જ્યોતિ તારી બાજુમાં આમ આખી રાત પડી રહે. ને પછી પુરૂષ – સ્ત્રી વચ્ચેની મર્યાદા પણ ઓળંગી શકે. છતાં એવી એ મરજાદની પેલે પાર થઇ મેં તારો ભાર હસતા મોઢે સહી લીધો. તને સાથ આપ્યો, તને સહકાર આપ્યો. સામે ચાલીને મેં તને દીર્ધ ચુંબન કર્યુ. શું તું આ બધું જ ભૂલી જવાનો છે ? હું એક સ્ત્રી છું મારામાં પણ બધા જ ભાવ અભાવ પ્રકટતા જ હોય છે. પરંતુ, તારા પ્રત્યે મને સ્નેહ પેદા થયો… કેમ ? એવું પણ કોઇ કારણ તો હશે જ ને ? ” જ્યોતિ ઘણું બોલી. ત્યાં તો દામલે પણ જવાબ આપતાં કહ્યું ઃ “કારણ બીજું શું હોય ? અને સાચું કારણ તો એક તને જ ખબર હોય જે હોય તે, એ વાત જવા દે પરંતુ મને તો તું પહેલી નજરે જ ખુબ ગમી. એમ થયું કે મારૂં જીવન જ તું છે. આ જ રીતે તને પણ હું ગમ્યો હોઇશ કે નહીં તેની મને ખબર નથી. પરંતુ એ તો સત્ય છે કે, આપણે બન્ને યુવાન!”
“ના…., ના…, તું ધારે છે તેવું ન પણ હોય શકે… માત્ર તારો સુંદર અને ઘાટીલો એવો રમતિયાળ ચહેરો, તારૂં ખડતલ અને મજબૂત શરીર કે પછી તારા વાંકડિયા વાળ જ મને તારા તરફ ખેંચી નથી લાવ્યા, સમજ્યો પરંતુ આ સિવાય પણ મેં તારામાં કંઇક તો એવું જાયું જ હશે કે જેનાથી હું તારા તરફ આકર્ષાઇ હોઉં, નહીંતર કંઇ આમ રાતભર તારી સાથે… (ક્રમશઃ)