લાઠી-બાબરા તથા દામનગર વિસ્તારના ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે લાઠી-બાબરા તથા દામનગર વિસ્તારના ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમરસ થયેલ ગ્રામ પંચાયતોને ભાજપ અગ્રણી જનકભાઇ તળાવીયાએ અભિનંદન પાઠવ્યા હતા.
જનકભાઇ તળાવિયા દ્વારા આગામી તા. ૧૯-ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતમાં ચૂંટણી પ્રક્રિયા યોજાનારી છે તેવા ગામોમાં ઉમેદવારો અને ગ્રામજનોને આ ચૂંટણીના મહાપર્વને શાંતિપૂર્વક, કોઇપણ પ્રકારની સમસ્યા ઉભી ન થાય તેવી તકેદારી રાખી શાંતિથી અને પૂરતા પ્રમાણમાં મતદાન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.