‘સમર જાબ’ – એટલે યુવાઓ માટે ઓછા સમયમાં કે નવરાશના સમયમાં સારી આવક કમાવી આપતું માધ્યમ….! સમયના સદુપયોગની સાથોસાથ નોલેજ અને કમાણી કરી આપતું આ માધ્યમ આજે શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે…
ઉનાળાના વેકેશન પૂર્વે જ ઘણું બધું પ્લાનિંગ મન – મગજમાં ઘુમવા લાગે છે. હોલીડે, શોપિંગથી માંડીને એ બધાં પેન્ડિંગ પ્લાન કે જે ઘણા સમયથી આપના મનમાં છે, કે હતા..! આજના યુવક – યુવતીઓ સમય બાબતે બહુ જ સજાગ છે. એમનો દર વખતે એવો પ્રયાસ રહે જ છે, કે એમનો સમય કોઇપણ રીતે બેકાર ન જાય એવામાં ઉનાળાના વેકેશનમાં એના બહેતર ઉપયોગ માટે પ્લાનિંગ શરૂ કરી દે છે.
‘સમર જાબ’ એક એવો વિકલ્પ છે, જે સમયના યોગ્ય ઉપયોગની સાથોસાથ મનોરંજન – જાણકારી – વ્યક્તિગત સંપર્ક – અનુભવ – જે – તે ક્ષેત્રનું નોલેજ ને આવક એમ ઘણુ બધું એક સાથે આપે છે, આવો જાણીએ કે આગામી સમર વેકેશનમાં તમે કઇ – કઇ સમર જાબ કરીને આપના કિંમતી સમયનો ભરપૂર આનંદ લઇ શકો છો.
ટૂરિસ્ટ ગાઇડ
જે યુવક – યુવતીઓને હરવા – ફરવાનો ખૂબ શોખ છે અને રસપૂર્વક બધુ હરી – ફરી – જાઇ – જાણી – માણી શકે છે, તેઓ માટે સમર જાબ તરીકે ટૂરિસ્ટ ગાઇડ બનવું એ ઉત્તમ વિકલ્પ છે, જા તમે એવા શહેરમાં કે એવા સ્થળથી નજીકમાં રહેતા હોવ, કે જે પ્રવાસ સ્થળ તરીકે ફેમસ હોય તો ત્યાં આવનારા પર્યટકો માટે તમે ટૂરિસ્ટ ગાઇડની ભૂમિકા નિભાવી શકો છો. આ માટે કોઇ ટૂર ઓપરેટર્સ કે પેકેજ ટૂર્સનો સંપર્ક કરી શકો છો. એ માટે તમારે કોઇ ખાસ વધુ તૈયારીની જરૂર નથી. પણ, જાણીતા સ્થળોના ઇતિહાસ – ભૂગોળ – મહાત્મ્યની જાણકારી મેળવી લેવી પડે, અને દિલચશ્પ અંદાજમાં પર્યટકને જણાવવી પડે, અંગ્રેજી ભાષા પર પકડ હોય તો વિદેશી પર્યટકોના સંપર્કથી સારી કમાણી થઇ શકે. વળી, આ જાબમાં આપ દરેક સ્થળને જાઇ – જાણી – માણી – હરી – ફરી પણ શકો છો.
કુકિંગ કલાસ
જા આપને રસોઇ બનાવવાનો શોખ હોય અને કોલેજ કે જાબને કારણે આપ રસોઇમાં હાથ અજમાવી શકતા ન હોવ, તો વેકેશન દરમિયાન ઘરે કુકિંગ કલાસ શરૂ કરી દો. એનાથી આપનો શોખ પણ સંતોષાશે, નવી નવી રેસિપી પણ શીખી શકશો ને કમાણી પણ કરી શકશો. સાથોસાથ ઈન્ટરનેટ પર રસોઇ શો અને વિભિન્ન શેફના પુસ્તકોમાંથી નવી – નવી રેસિપી બનાવતા અને શીખવતા શીખી શકશો. ફ્રેન્ડ સર્કલ, આડોશ – પાડોશ અને સગાં – સંબંધીઓમાંથી આપની પાસે શીખવા આવનાર મળી રહેશે.
એંકરિંગ
ઉનાળાની રજાઓમાં આવકની સાથોસાથ જા તમે એનો ભરપૂર આનંદ ઉઠાવવા માગતા હોવ તો એકરિંગ એક સારો વિકલ્પ છે. શહેરમાં યોજાનારી નાની – મોટી ઇવેન્ટમાં આપ અેંકરિંગ કરીને કમાણીની સાથોસાથ પર્સનાલિટી પણ ડેવલપ કરી શકશો ને રજાઓનો રચનાત્મક ઉપયોગ પણ થશે. એંકરિંગ એક એવું પ્લેટફોર્મ છે, જે આપના વ્યક્તિત્વને નિખારીને આત્મવિશ્વાસ વધારે છે ને સાંપ્રત પ્રવાહોથી વાકેફ રાખે છે. વળી, આ વર્કની ખાસિયત એ છે કે, જ્યારે આપ ઘણી બધી વ્યક્તિ – હસ્તીઓ સાથે લાઇવ જાડાઇને વાત કરો છો, એથી આપની કોમ્યુનિકેશન સ્કિલ વધે છે. આજકાલ મોટાભાગની મલ્ટીનેશનલ કંપનીઓમાં જાબ કરવા માટે પ્રોફેશનલ ડિગ્રીની સાથોસાથ સારી કોમ્યુનિકેશન સ્કિલ પણ જરૂરી છે.(ક્રમશઃ).