‘સમર જાબ’ – એટલે યુવાઓ માટે ઓછા સમયમાં કે નવરાશના સમયમાં સારી આવક કમાવી આપતું માધ્યમ….! સમયના સદુપયોગની સાથોસાથ નોલેજ અને કમાણી કરી આપતું આ માધ્યમ આજે શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે…
હોમ ટયૂટર
યુવાઓ માટે શોર્ટ ટર્મ વર્ક માટે સૌથી સારો વિકલ્પ છે હોમ ટ્યૂટર. આપની ઓળખાણ, આડોશ – પાડોશ, સગા – સંબંધીઓ દ્વારા તમે સ્ટૂડન્ટ મેળવી શકો છો. આપ વિદ્યાર્થીના ઘરે જાવ કે પછી આપના ઘરે વિદ્યાર્થીઓને બોલાવીને તમે જે તે ધોરણના જે – તે વિષયોનું ટયૂશન આપીને આપની જ્ઞાનવૃધ્ધિ અને આર્થિક વૃધ્ધિ કરી નામના મેળવી શકો છો.
ડાન્સ – મ્યુઝિક કલાસ
ટીવી પર દર્શાવાતા ડાન્સ રિયાલિટી શોએ બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવાનું એક મોટું પ્લેટફોર્મ પૂરૂં પાડયું છે. એટલે હાલના સમયમાં બાળકોમાં ડાન્સ બાબતે રસ – રૂચિ વધી છે. વેકેશનમાં તમે બાળકો માટે ડાન્સ કલાસ આયોજીત કરી શકો છો એ માટે તમારી આસપાસના, સગાં – સંબંધીના કે ફ્રેન્ડસર્કલના નાના – મોટા બાળકોને જાણકારી આપીને સ્ટૂડન્ટ્‌સ મેળવી શકો છો, કેમકે ઇન્સ્ટ્રૂમેન્ટલ મ્યુઝિકનો પણ બાળકોને ઘણો ક્રેઝ છે, જરૂર જણાય તો એ માટે તમે નિષ્ણાંત ડાન્સ, મ્યુઝિક ટીચર્સ પણ રોકી શકો.
ક્રિએટિવ કલાસ
ઉનાળાના વેકેશનમાં મોટાભાગના બાળકો કંઇકને કંઇક શીખવા, પોતાની રસ – રૂચિ – શોખ સંતોષવા માટે પોતાની ગમતી એકિટવિટી કરવા આતુર જ હોય છે એવે વખતે ચેસ ટ્રેનિંગ, ડ્રોઇંગ, રાઇટીંગ ટ્રેનિંગ, મહેંદી, ક્રિકેટ, કેલીગ્રાફી, આર્ટ વર્ક, કરાટે, યોગ, યાદશક્તિ વિકાસ, પોઈટરી મેકિંગ, સ્કેચ, પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપરાંત કેટલીય એકિટવિટી કરી કરાવી શકો છો.
બાળકો પણ પોતાના ઘરની નજીકમાં આવા ટ્રેનિંગ પોગ્રામની શોધમાં જ હોય છે, એવે વખતે તમે તમારી પ્રતિભાને બહાર લાવીને બાળકોમાં વહેંચી શકો છો ને વ્યક્તિની ખીલવણીની સાથોસાથ કમાણી પણ કરી શકો છો. હા, ફાવતી એક્ટિવિટી તમે કરાવી શકો જ્યારે બીજી એક્ટિવિટી માટે જે તે વિષયના નિષ્ણાત ટ્રેઇનરને રોકી શકો છો.
એનજીઓ કાર્યકર
એનજીઓ અર્થાત નોન ગર્વનમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં આપ એક સ્વયંસેવક અર્થાત વોલંટિયર રૂપે જાડાઇ શકો છો. જાકે, અહીં સારા પગારની આશા ન રાખી શકાય, કેમકે સેવાકાર્ય ચાલતુ હોય છે, જા તમે સામાજીક પરિવર્તનની ભાવના રાખતા હોવ તો કોઇ એનજીઓ સાથે જાડાઇને કેટલાંય પ્રકારના સેવાકાર્ય કરી શકો છો. સાથોસાથ આપની આસપાસના ગરીબ બાળકોને ભણાવવા, અંતરિયાળ ગામડાઓના લોકોને સાચું દિશા – દર્શન કરાવવામાં આપનું યોગદાન આપી શકો છો. જે ખાસ આવક તો નહીં આપે, પણ આત્મસંતોષ અવશ્ય આવશે જેનું મૂલ્ય પૈસા કે રૂપિયાથી અનેકગણું વધુ છે. આપની પ્રતિભાના નિખાર માટે અને આત્મવિશ્વાસ બુલંદ બનાવવા માટે આ સેવાકાર્ય બહુ સારૂં પ્લેટફોર્મ છે.
ઉપરોક્ત જાબ – હોમ એક્ટિવિટીઝ અંગે તમારા તેમજ પરિવારના સભ્યોના ફ્રેન્ડસર્કલ, પાડોશ – સગાં – સંબંધી – ઓળખીતા સમક્ષ એડવર્ટાઇઝમેન્ટ કરી શકો છો તેમજ સોશિયલ મીડિયા, વ્હોટસએપ, ફેસબુક દ્વારા પણ તમે આ અંગેના પ્રચાર – પ્રસાર કરી વિદ્યાર્થીઓ કે જે તે કામ મેળવી શકો છો.