દિલ્હી હાઈકોર્ટે ઈડીને નોટિસ ફટકારી છે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર જવાબ માંગ્યો છે. આ અરજીઓમાં, દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને સમન્સ આપવાના નીચલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.
જસ્ટિસ રવિન્દર દુડેજાએ ઈડીને અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી બંને અરજીઓ પર જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ઈડી સોગંદનામામાં તેના પ્રારંભિક વાંધા નોંધાવી શકે છે. કોર્ટ આગામી ૧૦ સપ્ટેમ્બરે કેસની સુનાવણી કરશે.
હકીકતમાં, દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે ઘણી વખત સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તેઓ ઈડ્ઢ સમક્ષ હાજર થયા ન હતા, ત્યારબાદ ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં કેજરીવાલ સામે ફરિયાદ દાખલ કરી હતી. ઈડીની ફરિયાદ પર, મેજિસ્ટ્રેટ કોર્ટે અરવિંદ કેજરીવાલને ૨ સમન્સ જારી કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે પોતાની અરજીમાં મેજિસ્ટ્રેટ કોર્ટના સમન્સ તેમજ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના સેશન્સ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે, જેમાં તેમનો પડકાર ફગાવી દેવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, ઈડ્ઢ વતી હાજર રહેલા એડવોકેટ ઝોહેબ હુસૈને અરવિંદ કેજરીવાલની અરજીની જાળવણી પર પ્રારંભિક વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ જ આધાર પર એક અરજી પહેલાથી જ ફગાવી દેવામાં આવી છે અને બીજી રિવિઝન અરજી પર વિચાર કરી શકાતો નથી.
તમને જણાવી દઈએ કે દિલ્હીની એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ ના નિર્માણમાં કથિત અનિયમિતતાઓ, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી ઈડીએ આ કેસમાં અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા હતા. એવો આરોપ છે કે અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ દારૂ લોબી પાસેથી લાંચના બદલામાં ઇરાદાપૂર્વક એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર કરાવ્યો હતો.
સીબીઆઇ અને ઈડી બંને તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓનો આરોપ છે કે આ કવાયતમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણી લડવા માટે કરવામાં આવ્યો હતો. તપાસમાં ભાગ ન લેવા બદલ, અરવિંદ કેજરીવાલને ૨૧ માર્ચે ઈડી દ્વારા તેમના ઘરેથી અને પછી સીબીઆઈ દ્વારા જૂનમાં ન્યાયિક કસ્ટડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જાકે, બાદમાં ૧૨ જુલાઈએ સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં અને ૧૩ સપ્ટેમ્બરે સીબીઆઇ કેસમાં જામીન મંજૂર કર્યા હતા.








































