અમરેલી જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતા ઇસમો સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. જિલ્લામાં બે લોકો પાસેથી ૮ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. સમઢીયાળા ગામે એક મહિલાના રહેણાંક મકાને કાંટાની વાડ પાસેથી ૫ લીટર તથા ચિતલ ગામેથી ૩ લીટર દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૨ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.