સમગ્ર માર્ગી સાધુ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ માવદાન ગઢવી વિરૂધ્ધ સાવરકુંડલા સાધુ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ માવદાન ગઢવીએ માર્ગી સાધુ સમાજ વિશે સોશિયલ મીડિયામાં માર્ગી સાધુ સમાજને દુઃખ પહોંચે તેવી અભદ્ર ટિપ્પણીનો વીડિયો વાયરલ કર્યો છે. જેના કારણે સમગ્ર ગુજરાતનો સાધુ સમાજ નારાજ છે. માવદાન ગઢવી વિરૂધ્ધ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.