પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ૨૦૨૪ની સામાન્ય ચુંટણી માટે વિરોધ પક્ષોને એક કરવામાં લાગ્યા છે.પશ્ચિમ બંગાળમાં આ વર્ષ પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં કાબેલ થયા બાદ હવે ભાજપની વિરૂધ્ધ વિરોધ પક્ષોને એક કરી રહ્યાં છે તેને લઇ મમતા બેનર્જી ખુદ અનેક રાજયોનો પ્રવાસ કરી રહ્યાં છે.આ દરમિયાન મમતાએ દાવો કર્યો કે ૨૦૨૪ની સામાન્ય ચુંટણીમાં ખેલા હોબેનો જુમલો જ ચાલશે.સમગ્ર ભારતમાં ભાજપનું પત્તુ સાફ થઇ જશે તેમણે કહ્યું કે ૨૦૨૪ની ચુંટણીમાં ભાજપને દેશભરમાં હાર થાય તેવું ઇચ્છું છું.ફરીથી ખેલા હોબે થશે.
મમતા બેનર્જીએ દાવો કર્યો કે ભાજપ ૨૦૨૪માં યોજનાર આગામી લોકસભા ચુંટણીમાં હારી જશે આ પહેલા આગામી વર્ષ પાંચ રાજયોમાં યોજોનાર વિધાનસભા ચુંટણીઓમાં પણ તેની હાર નિશ્ચિત છે. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચર્ચા કરતા ટીએમસીની જીતનો દાવો કરતા કહ્યું કે ભગવા પાર્ટી રાષ્ટ્રીય સ્તર પર હારી જશે તેમણે કહ્યું કે વિધાનસભા ચુંટણી દરમિયાન અમે રાજયમાં ભાજપનું ચલાવવામાં આવેલ અભિયાન જોયું દરેક કોઇ તેનાથી ગભરાયેલ હતું પરંતુ બંગાલના લોકોએ તેને હરાવી દીધી બંગાળ સાંપ્રદાયિક સદ્‌ભાવની જગ્યા છે. તેમણે કહ્યું હતું કે ગોવા ઉપરાંત પાર્ટીનું ધ્યાન ત્રિપુરામાં પણ છે. કારણ કે ગોવામાં ૨૦૨૨માં તો ત્રિપુરામાં ૨૦૨૩માં વિધાનસભા ચુંટણી થનાર છે.તેઓ ગોવાનો પ્રવાસ પણ કરી ચુકયા છે.
ટીએમસી સુપ્રીમોએ ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં બંગાળ જેવી પ્રચંડ જીતનો દાવો કરતા કહ્યું કે બંગાળ આજે જે વિચારે છે તે કાલે ભારતનો વિચાર હશે અમે ૨૦૨૪ની લોકસભા ચુંટણીઓમાં ભાજપને હરાવી દઇશું આ તેવી જ રીતે હશે જેવું રીતે ગત વિધાનસભા ચુંટણીમાં થયું હતું. ત્રીજીવાર સત્તામાં કાબેલ થયા બાદ ટીએમસી સુપ્રીમો સમગ્ર ભારતમાં ભાજપની વિરૂધ્ધ વિરોધ પક્ષોને એક કરવામાં લાગ્યા છે જો કે તેમણે કોંગ્રેસને લઇ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.