બાબરા તાલુકાના કીડી ગામના વતની અને સામાન્ય પરિવારમાંથી આવતા અનિલભાઈ ઝાપડિયાએ તાજેતરમાં જાહેર થયેલ GPSC પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવી ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિની ઉજવણી રૂપે આજે બાબરા ઓમ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઈ ઝાપડિયાના નેતૃત્વમાં એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાબરા કોળી સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં અનિલભાઈને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.